Parsottam Rupala Controversy : પરસોત્તમ રૂપાલાને બદલવાની આગ ક્ષત્રિયાણીઓના જૌહરથી લઈને હવે ભાજપ સુધી પહોંચી છે. દ્વારકાના ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે. રાજ્યમાં ક્ષત્રિયોના રોષની આગ વધુ ભડકી છે. દ્વારકાના ખંભાળિયામાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો છે. ખંભાળિયાના જિલ્લા ભાજપ કમલમના ઉદ્ધાટનમાં ક્ષત્રિયોનો વિરોધ સામે આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના કાર્યક્રમમાં ભારે વિરોધ જોવા ણળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટીલના કાર્યક્રમમાં રાજપૂતો દ્વારા વિરોધ કરાયો. સીઆર પાટીલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા હતા. રૂપાલાના વિરોધમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરાયો છે. ક્ષત્રિયોએ પાટીલના કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ કાળી પટ્ટી હાથમાં લઇ ‘રૂપાલા હટાવો’ નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના લોકો તેમજ પત્રકારોને પણ આ ભાજપ જિલ્લા કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં પ્રવેશ ના અપાયો.


થાઈલેન્ડના આઈલેન્ડ જેવા બનશે ગુજરાતના 13 ટાપુ, ગુજરાતનો છુપો ખજાનો હવે દુનિયા જોશે



આ 7 ક્ષત્રિયાણી જૌહર કરશે
રાજકોટથી ભાજપ પરશોત્તમ રૂપાલાને બદલવા જરાય બદલવાના મૂડમાં નથી. તો સામે ક્ષત્રિયો પણ પોતાની માગ પર અડગ છે. ખાસ ક્ષત્રિયાણીઓએ તો આ મુદ્દાને એટલો ગંભીરતાથી લઈ લીધો છે કે જ્યાં સુધી રૂપાલાને રાજકોટથી બદલવામાં નહીં આવે ત્યાં સુધી જપીને બેસશે નહીં. કેટલીક રાજપૂત મહિલાઓએ તો જોહર કરવાની પણ ચીમકી આપી છે અને આ જોહર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ બહાર કરવાની ચીમકી આપી છે.જે સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.


પ્રોપર્ટી ખરીદવાનો અને વેચવાનો નિયમ બદલાયો, દસ્તાવેજ નોંધણીમાં કરાયા મોટા ફેરફાર


ક્ષત્રિયાણીઓને નજરકેદ કરાઈ
અમદાવાદ ક્ષત્રિયાણીઓનો જૌહર કરવાનો મામલે હવે તંત્ર દોડતું થયુ છે. પોલીસે પાંચ ક્ષત્રિયાણીઓને આજે નજર કેદ કરી છે. કોઈને પણ બહાર ન જવા દેવા સૂચના અપાઈ છે. જૌહરને લઈે પોલીસની ટીમ સ્થળ ઉપર ફરજમાં ગોઠવાઈ છે. આજે કમલમ ખાતે સાંજે 4 વાગે સાત ક્ષત્રિયાણીઓની જૌહર કરવાની ચીમકી હતી. નજર કેદ બાદ ક્ષત્રિયાણીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોલીસે અમને નજર કેદ કરી દીધા છે. કાલ રાતથી જ પોલીસ અમારી સાથે છે. પોલીસે અમને ઘરની બહાર નીકળવા ના પાડી દીધી છે. કરવું ઘણુ છે અને કરીશું પણ ખરા. જૌહર માટેના પ્રયત્ન પુરા કરી રહ્યા છે.


આઈસ ગોલા ખાતા નહિ! આઈસ ડિશમાં શું મળ્યું તે જાણીને તમે ખાવાનું પણ પસંદ નહિ કરો


નવી રણનીતિ બનાવવા આજે રાજકોટમાં બેઠક 
રાજકોટ પરસોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિરોધ અંગે આજે મહત્વની બેઠક મળવાની છે. રાજપૂત સમાજની સંકલન સમિતિના અગ્રણીઓની આજે મહત્વની બેઠક મળશે. જેમાં ગુજરાતની વિવિધ ક્ષત્રિય સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટમાં આવેલા હરભમજી ગરાસિયા છાત્રાલય ખાતે બેઠકનું આયોજન કરાયું છે. જેમાં રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માગણી પ્રબળ બનાવવા રણનીતિ ઘડાશે. અનેકવિધ કાર્યક્રમોની બેઠક બાદ નવી જાહેરાત થઈ શકે છે. ક્ષત્રિય મહિલાઓની જૌહર કરવાની જાહેરાત મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. ધંધુકા ખાતે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલન અંગે બેઠકમાં ચર્ચાગરાસીયા બોર્ડિંગ ખાતે બેઠક કરાશે, જેમાં સંકલન સમિતિના કોર કમિટીના 16 સભ્યો હાજર રહેશે. આ બેઠકમાં રમજુભા જાડેજા, કરણ સિંહ ચાવડા, વાસુદેવ સિંહ ગોહિલ, તૃપ્તિબા રાઓલ, ડો. રુદ્રદત સિંહ ઝાલા, પી. ટી.જાડેજા, સુખદેવ સિંહ વાઘેલા સહિતના હાજર રહેશે. આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તે બાબતે ચર્ચા વિચારણા કરાશે. તેમજ રાજકોટ ખાતે યોજાનાર મહારેલીને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે.


રૂપાલાના તરફેણમાં બોલ્યા રૂપાણી
રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપાલાના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું કે, પરશોત્તમ રૂપાલાએ 2 વખત માફી માગી લીધી છે. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરશે. 


ખેડૂતો સાથે મજાક! મહામહેનત પકવેલી શેરડી સામે સુગર મિલોએ પૂરતા ભાવ ન આપ્યા