Rajput Samaj Boycott BJP : ક્ષત્રિયોએ હવે રૂપાલા અને ભાજપ સામે અસલી રણસંગ્રામ શરૂ કર્યો છે. ક્ષત્રિય સમાજે હવે ભાજપને આપેલા અલ્ટીમેટમનો સમય પૂરો થઈ ગયો છે. ત્યારે હવે ક્ષત્રિયોએ તલવાર તાણી છે. ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ-2 ની શરૂઆત થઈ ગઈ છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણએ કહ્યું કે, આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે. અલગ અલગ ઝોનમાં ધર્મરથ રથ કાઢી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવાશે. આમ, ભાજપની જાહેરસભામાં ક્ષત્રિય સમાજે વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. સાથે જ ભાજપ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવે છે તે મુદ્દે પીટી જાડેજાએ રદિયો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ 2ની શરૂઆત કરી છે. અમદાવાદ ખાતે ક્ષત્રિય સંકલન કમિટી દ્વારા પાર્ટ 2 શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આણંદ અને વડોદરામાં ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરશે. ક્ષત્રિય સમાજના મોટા મતદારો આ બન્ને લોકસભા બેઠકો પર છે. આગામી દિવસોમાં તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવશે. અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કર્યું છે. 


ભાજપના ગળે હાડકું ભરાયું : પાટીદારોને સાચવવામાં ક્ષત્રિય વોટ ગુમાવશે


સાથે જ તેમણે કહ્યું કે, એક સાથે 400 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવે તો અમારા મત ડિવાઈડર થઈ જાય એટલે ઉમેદવારી ફોર્મ ન ભર્યા. અમારા સમાજમાં કોઈ ભાગલા પડ્યા નથી. સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ. 8 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપને હરાવશે. ક્ષત્રિય સંકલન કમિટી કોઈ રાજકીય પ્રેરિત નથી. 


બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 ચોરીના ભેદ ખૂલ્યા


સાથે જ તેમણે આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાની વાતને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, આંદોલન સમાજ ચલાવે છે, નહીં કે કોંગ્રેસ. ભાજપ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવે છે તે મુદ્દે રદિયો આપ્યો. તેમણે કહ્યું કે, 8 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપને હરાવશે. ક્ષત્રિય સંકલન કમિટી કોઈ રાજકીય પ્રેરિત નથી.


યુવરાજસિંહ રાજકીય આગેવાન હોવાનું પી. ટી. જાડેજાએ નિવેદન આપ્યું. ત્યારે પી. ટી.જાડેજાના નિવેદન અંગે યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પી.ટી.જાડેજાનો આ અંગત મત હોઈ શકે છે. કોર કમિટીમાંથી મારા માટે આવું નિવેદન આપવામાં આવે તો વિચારવું પડે. સમાજના હું દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહું છું. સમાજના કોઈપણ કાર્યક્રમમાં હું ટોપી, ખેસ કે અન્ય કોઈ રાજકીય વાતો કરતો નથી. પી.ટી.જાડેજા હોય કે કોર કમિટીના સભ્યો આડકતરી રીતે ભૂતકાળમાં અથવા હાલમાં અલગ પાર્ટીમાં જોડાયેલા હતા. કોઈપણ વ્યક્તિને બદલે મૂળ મુદ્દાને ધ્યાન આપવું જરૂરી છે.


તો પુરુષોત્તમ રૂપાલાની આગ મહીસાગર જિલ્લા સુધી પહોંચી છે. લુણાવાડા વિધાનસભાના કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો. પંચમહાલ 18 લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં રૂપાલા હાય હાયલા નારા સાથે કાર્યાલય સુધી પહોંચ્યા છે. કાર્યાલયના ઉદ્ઘાટન સમયે રાજપૂત સમાજના યુવકો મોટી સંખ્યામાં દોડી આવતા પોલીસે અટકાયત કરી હતી. ‘રૂપાલાની ટિકિટ રદ કરો’ તેમજ ‘રૂપાલા હાય હાય’ ના નારા સાથે રાજપૂત સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેતા ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરાઈ. આમ, રૂપાલાનો વિરોધનો વંટોળ પંચમહાલ લોકસભામાં પણ જોવા મળ્યો.


પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી મિલકત