મુખ્યમંત્રીની સભા બહાર ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યા
Rupala Controversy : રવિવારે મોડી સાંજે વડોદરામાં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવકોએ વિરોધ દર્શાવ્યો હતો, વિરોધ કરનારા પાંચ ક્ષત્રિય યુવકોની અટકાયત કરાઈ હતી
Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં આજે ગુજરાતની 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થશે. વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીનું ચિત્ર પણ સામે આવશે. આજે ચૂંટણી માટે ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે ક્ષત્રિયો છેલ્લી ઘડી સુધી ઝૂકવાના મૂડમાં નથી, અને લડી લેવા માંગે છે. ત્યારે ગઈકાલે વડોદરામાં મુખ્યમંત્રીની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. લોકસભા ઉમેદવાર હેમંત જોશી અને વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેર સભામાં ક્ષત્રિયો આક્રમક બન્યા હતા. ક્ષત્રિય યુવાનો દ્વારા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હાય હાયના નારા લગાવાયા હતા. જોકે, પોલીસ દ્વારા પાંચથી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા રુપાલાનો વિરોધ
વડોદરાના સોભાનપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં રાજકોટના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાનો વિરોધ કરાયો. મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો. ટોળાએ ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા. નારા લગાવતાની સાથે જ પોલીસે તાત્કાલિક તમામ લોકોની અટકાયત કરી હતી. આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, પાંચથી સાત લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા અને તેમાંથી ચારથી પાંચ લોકો સભાની અંદરથી નીકળ્યા હતા. BJPના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર ઊભા હતા, પરંતુ તે પણ આ લોકોને ઓળખી શક્યા નહીં. જ્યારે CM સાહેબનો કાફલો પસાર થયો, ત્યારે તેઓએ ‘જય ભવાની’ના નારા લગાવ્યા હતા.
રાહ જુઓ, ગુજરાતના વાતાવરણમાં ભયાનક મોટી ઉથલપાથલ થશે, આવી છે નવી આગાહી
વડોદરા લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યુ હતું કે, ઈલેકશન આવે તો ઘણું બધું સંભાળતા હોઈએ. ઘણા બધા ઈલેકશન જોયા પણ છે. વડાપ્રધાનને ત્રીજી વખત આપણે બેસાડવા જઈએ છીએ. બાકી ઇલેક્શન આવે ઇલેક્શનની ચર્ચાના મુદ્દાની વાત થાય. આપણા દેશની વાત થાય તો આપણા દેશનું શું થશે આપણા દેશનું ખરેખર કઈ થશે કે નહીં થાય એવી પણ ચર્ચા થાય. પીએમ મોદી દેશને ૧૧ સ્થાનેથી ૫મા સ્થાને લાવ્યા છે. ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ એટલે આફડી આર્થિક તાકાત બને. તો આપણી પાસે બધી વ્યવસ્થા હોય. એ જામીન આપવાના હોય તેની વ્યવસ્થા હોય. ગીરવે મૂકવાની વસ્તુ ના હોય તો એની વ્યવસ્થા હોય પણ છતાંય આ બધી વ્યવસ્થા હોવા છતાં પણ બેંક વાળા આપણને થકાવી દે છે.
મતદાન પહેલા કોંગ્રેસે ગુમાવી સુરત બેઠક, ભાજપ સાથે સેટિંગ કર્યાનો કુંભાણી પર આક્ષેપ
અમદાવાદની ખાણીપીણીના દિવાના છો તો વાંચી લેજો, આ રેસ્ટોરન્ટ્સના ફૂડના નમૂના થયા ફેલ
મે મહિનામાં થશે મોટી ઉથલપાથલ, અરબ સાગર ગરમ થતા આવી ભયાનક આવી