રાજપીપળામાં ખાંડા સાથે પરણી રાજપુતાણી, પ્રથાને અમર રાખવા આપ્યું અનોખું બલીદાન
વર્ષો પહેલા રાજા રજવાડાઓ ના રાજ વખતે વેલ અને ખાંડુ પ્રથા ચાલતી હતી અને આમ તો ગરાસિયા અને કાઠી દરબારો માટે અજાણી નથી પરંતુ પોતાની સામાજિક પરંપરાને ટકાવી રાખવાની અને આજના આધુનિક યુગમાં જૂની પરંપરા પ્રમાણે અનુસરવું એજ સંસ્કૃતિ છે, ત્યારે આવી જ એક પ્રથા રાજપીપલાના રાઠોડ પરિવારે સ્વીકારી અપનાવી અને તેને અનુસરી ત્યારે રાજપીપલા ખાતે એક રાજપૂત સમાજમાં ખાંડા પ્રથા સાથે એક દીકરીના લગ્ન થયા. ધામધૂમથી લગ્નનું આયોજન કરી ભુજથી આવેલા ખાંડા સાથે દીકરીને વળાવી હતી. આ ઉપરાંત ભુજમાં પણ લગ્ન યોજાયા અને ત્યાં કન્યા- વરરાજા સાથે સાત ફેરા ફરી હતી.
વડોદરા : વર્ષો પહેલા રાજા રજવાડાઓ ના રાજ વખતે વેલ અને ખાંડુ પ્રથા ચાલતી હતી અને આમ તો ગરાસિયા અને કાઠી દરબારો માટે અજાણી નથી પરંતુ પોતાની સામાજિક પરંપરાને ટકાવી રાખવાની અને આજના આધુનિક યુગમાં જૂની પરંપરા પ્રમાણે અનુસરવું એજ સંસ્કૃતિ છે, ત્યારે આવી જ એક પ્રથા રાજપીપલાના રાઠોડ પરિવારે સ્વીકારી અપનાવી અને તેને અનુસરી ત્યારે રાજપીપલા ખાતે એક રાજપૂત સમાજમાં ખાંડા પ્રથા સાથે એક દીકરીના લગ્ન થયા. ધામધૂમથી લગ્નનું આયોજન કરી ભુજથી આવેલા ખાંડા સાથે દીકરીને વળાવી હતી. આ ઉપરાંત ભુજમાં પણ લગ્ન યોજાયા અને ત્યાં કન્યા- વરરાજા સાથે સાત ફેરા ફરી હતી.
LPG કૌભાંડ: તમને લાગી ચુક્યો છે કરોડો રૂપિયાનો ચુનો, જો નહી વાંચો તો થશો પાયમાલ
આજના વર્તમાન સમયમાં પ્રિવેડિંગ અને વિવિધ ડેની ઉજવણી સાથે અલગ અલગ થીમ બેઝ ગીતોમાં લગ્ન કરનાર યુવક યુવતીઓ સુટીંગ કરાવી રહ્યા છે. આવા સમયમાં જૂની સામાજિક પરંપરા ખાંડા પ્રથા કે આજનો દીકરો કે દીકરી માટે જેની કલ્પના પણ અશક્ય છે. ત્યારે મૂળ કાઠિયાવાડના અને હાલ નાંદોદ તાલુકાના રસેલા ગામના વતની છત્રસિંહ કાલુબાવા રાઠોડની દીકરી વિરાજબાના લગ્ન કચ્છ ભુજના બિદડા નિવાસી રવિરાજસિંહ સાથે નક્કી કર્યા છે. ત્યારે ખાંડા પ્રથાની વાત આવી ત્યારે શિક્ષિત યુવતીએ તરત જ પોતાના સમાજની પરંપરાને અપનાવવાની વાત કરી પરંપરા સમાજ માટે ગૌરવરૂપ હોય છે. વાત કરી ખાંડાં પ્રથાને સ્વીકારીને લગ્ન કર્યા, આજે આ લગ્નમાં જાન આવી પરંતુ વરરાજા ન આવ્યા ત્યારે વિરાજબા રાઠોડે પોતાની જાનમાં આવેલ તલવાર અને સાફાની સાથે પૂજા વિધિ કરી આ ખાંડા સાથે સાસરે વળાવી ત્યાં જઈને તેના મનના માણીગર યુવાન સાથે લગ્ન કર્યા હતા.
AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...
સામાન્ય રીતે જોઈએ તો સમગ્ર ભારતના ગરાસિયા રાજપૂતોમાં પ્રચલિત એવી લગ્નની ખાંડું કે વેલ પ્રથાનીવર્તમાન સમયમાં આ પરંપરા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. સિવાયના લગભગ વિસ્તારમાં આ પ્રથા નહિવત પ્રમાણમાં ચાલુ છે. લગનની આ પ્રથા કદાચ મધ્યયુગના સમયથી ચાલતી આવી છે. 1000 વર્ષો પહેલા રાજપૂતો સતત યુદ્ધ કરતા રહ્યા છે. અને સમય એવો હતો કે, એક બાજુ લગ્ન નક્કી થયા હોય અને બીજી બાજુ દુશ્મનો રાજ્યની સરહદ પર આવી ગયા હોયએ રાજપૂત રાજા લગ્ન મંડપમાં જવાના બદલે રણમેદાનમાં જવાનું પસંદ કરતો અને બીજી બાજુ એના નામથી તલવારને મોકલવામાં આવતી અને આ દેશની રાજપુતાણી હસતા મુખે તલવાર સાથે સાસરીમાં આવી જતી હતી. એટલે જ આ પ્રથામાં રાજપુતાણીના મહાન ત્યાગનાં દર્શન થાય છે.
GUJARAT CORONA UPDATE: દિવસેને દિવસે ડરાવતો કોરોનાનો આંકડો, શું આપણે થર્ડ વેવ લાવીને જ માનીશું?
એમ કહી શકાય કે રાજપુતાણીમાં ત્યાગ અને વ્યક્તિગત સુખોના સમર્પણના કારણે જ આ પ્રથા અસ્તિત્વ ટકાવી શકી. બીજી બાજુ એવું પણ ગણવામાં આવે છે. પહેલાના જમાનામાં લૂંટારૂઓ લગ્ન પ્રસંગ પર લૂંટ કરતા કે જાનને લૂંટી લેતા હોય એટલે દીકરીને આવી રીતે સાસરીમાં લઇ જવાય એટલું જ નહિ કેટલાક લોકો દીકરીના પિતા પર જાનનો બોજ ના પડે એટલે આ પ્રથા ચાલુ રાખી છે. ત્યારે વાત એક સ્પષ્ટ છે કે આજે રાઠોડ પરિવારની દીકરી ખાંડા પ્રથા સાથે આજના યુગમાં વળાવીએ એક સંસ્કુતિની સાચી ઓળખ અને સમાજ ની સાચી રાજપૂતાણી કહેવાય. આજના આધુનિક યુગમાં પણ આ રાજપૂત સમાજના રાઠોડ પરિવારે જે પરંપરા જાળવી રાખી અને પોતાની દીકરી ના લગ્ન ખાડાં સાથે કરી એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જે ખરે ખર સરાહનીય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube