Gujarat Politics : ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં હાલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. હજી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રક ભરવામાં આવશે. તેના બાદ 20 એપ્રિલના ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે 22 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના પત્રકો પરત ખેચી શકે છે. જો એકવાર 22 એપ્રિલ વટાવી ગઈ પછી કંઈ નહિ થાય. ઉમેદવાર કે પાર્ટી કંઈ જ નહિ કરી શકે. હાલ ગુજરાતની રાજનીતિમાં રૂપાલા સૌથી મોટો સળગતો મુદ્દો છે. રાજકોટથી રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે. આ માટે આવતીકાલે ક્ષત્રિયો દ્વારા મહા આંદોલનની જાહેરાત કરાઈ છે. ત્યારે જો ક્ષત્રિયોએ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાવવી હોય તો હવે તેમની પાસે માત્ર ચાર દિવસ બચ્યા છે. ચાર દિવસ ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે કાંટાની ટક્કરની જેમ છે. એકવાર જો તીર કમાનમાંથી છૂટી ગયુ તો ક્ષત્રિયો કંઈ નહિ કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયોને માફી નહિ, પણ રૂપાલાની ઉમેદવારી પરત જોઈએ છે
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રૂપાલા વિરૂઘ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આંદોલનો અને સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. આ વિવાદો વચ્ચે રૂપાલાએ શકિત પ્રદર્શન કરીને ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. હવે પરશોત્તમ રૂપાલા રાજકોટમાં ચૂંટણી પ્રચાર કરીને સભાઓ ગજવી રહ્યા છે. એક તરફ, રૂપાલાનું રંગેચંગે ઉમેદવારી કરવા જવું બતાવે છે કે, ભાજપ રાજકોટમાં ઉમેદવાર ન બદલવા સ્પષ્ટ વલણ બતાવે છે. ભાજપ મક્કમ છે કે, રૂપાલા નહિ બદલાય. આ માટે સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનો સામે મંત્રણા કરી છે. જેમાં સરકારે ક્ષત્રિય સમાજને રૂપાલાને માફી આપી દેવા વાત કરી છે. તો બીજી તરફ, રાજપૂતો પોતાનો વટ પાડવા માંગતા નથી. ક્ષત્રિયોને માફી નહિ, પણ રૂપાલાની ઉમેદવારી પરત જોઈએ છે. 


બે મોટા નેતાઓનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો, એકસાથે પકડાવ્યું રાજીનામું


તમે મને જીતાડી દેશો
ગઈકાલે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ એક સભામાં જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો. 


દંડા ખાવા અમારે જવાનું
રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં લાખો લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલન દ્વારા ક્ષત્રિય સમાજે રૂપાલા મુદ્દે 19 એપ્રિલ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોના આ સંમેલન બાદ પદ્મિનીબા વાળાનો ઓડિયો સામે આવ્યો છે.પ દ્મિનીબા વાળાના સામે આવેલા ઓડિયોમાં તે કહી રહ્યાં છે કે ગઈકાલે આટલા બધા લોકો ભેગા થયા હતા. લોકોને આશા હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં. રાજકોટમાં માત્ર ભાષણ સાંભળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે શું બધા સ્ટેજ પર ભાષણ કરવા આવ્યા હતા. આમ લડત કઈ રીતે જીતી શકાય. પરશોત્તમ રૂપાલાને ફોર્મ શા માટે ભરવા દેવું? તેની શું ગેરંટી રૂપાલા હારી જશે? હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી. પણ દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું તો આ સંકલન સમિતિ જીત કઈ રીતે અપાવશે. આંદોલન દિવસેને દિવસે ઠંડુ પડી રહ્યું છે. 


ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણ


ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે ક્ષત્રિય
ભાજપે આ વાત પર જોર આપ્યુ છે કે, રૂપાલા ને હટાવવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રી જેવા દિગ્ગજ નેતાની ટિકિટ પરત ખેંચવાથી પાર્ટીને નુકસાન થશે. આ નુકસાનને પાર્ટી કોઈ પણ કિંમતે બચાવવા માંગે છે. તેનાથી ગુજરાતમાં 14 થી 16 ટકા પાટીદાર મતદાર નારાજ થઈ શકે છે. જેની અસર રાજ્યની સાત લોકસભા સીટ પર પડશે. તેનાથી વિપરીત ક્ષત્રિય વોટ 5-6 ટકા છે અને 26 સીટમાંથી કોઈ પણ નિર્ણાયક પ્રભાવ પાડી શક્તા નથી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, અને રૂપાલાના વધતા વિવાદને વચ્ચે ભાજપનો ચૂંટણી પ્રચાર ચાલુ છે. જે બતાવે છે કે, ભાજપને ક્ષત્રિયોના આંદોલનો કોઈ ડર નથી. 


જો હવે ક્ષત્રિયોના વટની વાત હોય તો હવે તેમની પાસે નિર્ણય લેવડાવવા માટે માત્ર ચાર દિવસ બાકી છે. ચાર દિવસની અંદરા રૂપાલા ફોર્મ પરત ખેંચે તો ક્ષત્રિયોનું મહાઆંદોલન સફળ ગણાય. એકવાર 22 એપ્રિલ પરત ખેંચાઈ ગઈ તો કંઈ નહિ થાય. 


રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા-ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણ