બે મોટા નેતાઓનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો, એકસાથે પકડાવ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું છે. એકસાથે બે દિગ્ગજ નેતાઓનુ રાજીનામું આવતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. 

બે મોટા નેતાઓનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો, એકસાથે પકડાવ્યું રાજીનામું

Gujarat Politics : લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું છે. એકસાથે બે દિગ્ગજ નેતાઓનુ રાજીનામું આવતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. હાલ બંને પાટીદાર નેતાઓની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. 

બંને નેતાઓએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લીધી

ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું પાટીદાર આંદોલનના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતમાં મોટાગજાના પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીન રાજીનામું પકાવ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને ખાસ મિત્રો છે, ત્યારે બંને મિત્રોએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લીધી.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 18, 2024

રાજીનામું આપવાનુ શું કારણ?
પોતાના રાજીનામા પાછળનું કારણ જણાવતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, અચાનક રાજીનામું આપવા પાછળ કોઈ કારણ નથી. વિધાનસભાની ચૂંટણી બાદ મેં બહુ જ ઓછુ કામ કર્યું છે. બીજા લોકો પણ પાર્ટીમાં સારી રીતે કામ કરી શકે તે માટે હું રાજીનામું આપ્યું છે. બીજી પાર્ટીમાં જોડાવા અંગે જે પણ કંઈ નિર્ણય હશે તે ભવિષ્યમાં લઈશું. આપ સાથે કોઈ નારાજગી નથી. હાલ કોઈ પાર્ટી સાથે સંપર્ક નથી, ભવિષ્યમાં જોઈશું. 

 

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, મને હમણા જ આ વિશેની જાણ થઈ છે. અમે ભાઈઓ જ છે. જાહેરમાં ચર્ચા કરવાનો મતલબ નથી. તેઓ સંઘર્ષના માણસ છે. અમારામાં નારાજ જેવું કંઈ છે જ નહિ. તેઓ સામાજિક કામ કરવા માંગે છે અને રાજકીય કામમાંથી મુક્ત થાય છે તો સારી વાત છે. ભવિષ્યમાં ક્યાંય જોડાશે તો તે સમયે કહેવાનુ થશે ત્યારે કહીશું. પરંતુ હાલ સામાજિક કામ કરવાની વાત છે તો મારે કંઈ બોલવા જેવું નથી.

અલ્પેશ કથીરિયા સ્ટાર પ્રચારક હતો
હજી ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ પણ સામેલ હતું. અલ્પેશ કથીરિયા પાર્ટી માટે પ્રચાર કરે તે પહેલા તેઓએ આજે રાજીનામું આપી દીધું છે. જેનાથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news