Rajput Samaj Boycott BJP : ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2 નું બ્યૂગલ ફૂંકી દીધું છે. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પણ આહવાન આપ્યું છે. જો, ગુજરાતના પાટીદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો ભાજપને મોટું નુકસાન જઈ શકે છે. પીટી જાડેજાએ આજની પ્રેસ કોન્ફરન્સમાં 8 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવાની ચીમકી આપી છે. ગુજરાતની આ 8 બેઠકો પર ક્ષત્રિય વોટ બેંકનું મહત્વ છે. જો ક્ષત્રિય મક્કમ રહ્યાં તો આ આઠેય બેઠકો પર હારજીતનું પરિણામ બદલી શકે છે. ત્યારે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠકો કઈ કઈ છે તે જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કઈ બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ


  • ખેડા - 15 ટકા

  • આણંદ - 12 ટકા

  • સુરેન્દ્રનગર - 11 ટકા

  • કચ્છ - 10 ટકા

  • ભાવનગર - 10 ટકા

  • રાજકોટ - 7 ટકા

  • સાબરકાંઠા - 6 ટકા

  • વડોદરા - 6 ટકા


ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન
ક્ષત્રિયોએ હવે રૂપાલા અને ભાજપ સામે અસલી રણસંગ્રામ શરૂ કર્યો છે. ક્ષત્રિય સમાજે હવે ભાજપને આપેલા અલ્ટીમેટમનો સમય પૂરો થઈ ગયો છે. ત્યારે હવે ક્ષત્રિયોએ તલવાર તાણી છે. ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ-2 ની શરૂઆત થઈ ગઈ છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ક્ષત્રિય સંકલન કમિટી દ્વારા પાર્ટ 2 શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આણંદ અને વડોદરામાં ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરશે. ક્ષત્રિય સમાજના મોટા મતદારો આ બન્ને લોકસભા બેઠકો પર છે. આગામી દિવસોમાં તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવશે. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કરાયું છે. 


ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો


હવે જો ક્ષત્રિય આંદોલન હવે વેગ પકડે, અત્યારે બોલે છે એ કરી બતાવે અને એમાં માત્ર 25% ક્ષત્રિયો જ જોડાય તો પણ ભાજપને નુકસાન થઈ શકે છે. સાથે જ આ નુકસાન ભાજપને અન્ય રાજ્યોમાં પણ નડી શકે છે. જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી સુધીના રાજપૂતો પર તેની અસર પડી શકે છે. ત્યારે આ રાજ્યોના પરિણામોનું પિક્ચર પણ બદલાઈ શકે છે. 


  • જામનગર: લીડ ઘટે

  • ભાવનગર: લીડ ઘટે

  • રાજકોટ: લીડ ઘટે

  • કચ્છ: લીડ ઘટે

  • સુરેન્દ્રનગર: હારવાનું જોખમ વધે

  • પાટણ: હારવાનું જોખમ વધે

  • ખેડા: લીડ ઘટે

  • આણંદ: હારવાનું જોખમ વધે

  • ભરૂચ: હારવાનું જોખમ વધે


ભાજપને કેટલી અસર થશે 
રૂપાલાના નિવેદનમાં વિવાદમાં ભાજપ બરાબરનું ભેરવાયું છે. હવે ભાજપ માટે ઈધર કુઆ ઉધર ખાઈ જેવી સ્થિતિ બની છે. ભાજપને રૂપાલા કેસમાં સામેથી ક્ષત્રિયોની નારાજગી વહોરી લીધી છે. જેને કારણે ક્ષત્રિય મતવિસ્તારમાં વિરોધી માહોલ પેદા થયો છે. આ કારણે ભાજપના ઉમેદવારો ક્ષત્રિય મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ શક્તા નથી, અને જાય તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં અંદાજે 70 લાખ ક્ષત્રિય મતદારો છે. જોકે, આ મતબેંકની અસર ભાજપની જીત પર એટલી ન થાય. પરંતું પાટીલના પાંચ લાખના માર્જિન સાથેની જીતના ટાર્ગેટ પર મોટી અસર કરશે. ક્ષત્રિયો ભાજપના ઉમેદવારની જીતની માર્જિન પર અસર કરી શકે છે. આ સાથે જ ક્ષત્રિયોની ભાજપ માટેની નારાજગી કોંગ્રેસને સીધો ફાયદો કરાવશે. 


ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થશે?


ક્ષત્રિયોને સાચવશે, તો પાટીદારો ગુમાવશે
ભાજપે આ વાત પર જોર આપ્યુ છે કે, રૂપાલા ને હટાવવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રી જેવા દિગ્ગજ નેતાની ટિકિટ પરત ખેંચવાથી પાર્ટીને નુકસાન થશે. આ નુકસાનને પાર્ટી કોઈ પણ કિંમતે બચાવવા માંગે છે. તેનાથી ગુજરાતમાં 14 થી 16 ટકા પાટીદાર મતદાર નારાજ થઈ શકે છે. જેની અસર રાજ્યની સાત લોકસભા સીટ પર પડશે. તેનાથી વિપરીત ક્ષત્રિય વોટ 5-6 ટકા છે અને 26 સીટમાંથી કોઈ પણ નિર્ણાયક પ્રભાવ પાડી શક્તા નથી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, અને રૂપાલાના વધતા વિવાદને વચ્ચે ભાજપનો ચૂંટણી પ્રચાર ચાલુ છે. હાલ ભાજપ માટે પાટીદાર અને ક્ષત્રિય બંને મજબૂત વોટબેંક છે. પરંતુ રૂપાલાની ટિકિટ પાછી લેવાય તો પાટીદારો નારાજ થાય. તેથી ભાજપ હાલ પાટીદારોને સાચવવાના મૂડ તરફી દેખાઈ રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે, પાટીદારોને સાચવવામા ક્ષત્રિયોને ગુમાવવાનો વારો આવી શકે છે. એક જોતા એક કહી શકાય કે, રૂપાલા વિવાદને કારણે ભાજપના ગળે હાડકુ ભરાયું છે. ત્યારે હવે કોણ પીછેહઠ કરે છે તે પિક્ચર બે દિવસમાં ક્લિયર થઈ જશે. 


કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો