ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?
Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Trending Photos
Breaking News : ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો ખતરો નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારે પોતાની સાઇન ન હોવાની એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો, કલેક્ટર 4 વાગ્યાનો સમય આપ્યો છે. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે.
ડમી ઉમેદવારની સહી ખોટી
સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇ વાંધો નોંધાવાયો હતો. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારની સહી યોગ્ય નહિ હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે સુરત ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ કરાઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે. ત્યારે હવે 4 વાગ્યે રિટર્નિગં ઓફિસર દ્વારા તમામ ફોર્મ પર ફાઈનલ સ્ક્રુટીની થશે.
ભાજપના ઉમેદવારે ઉઠાવ્યો હતો વાંધો
સુરતથી કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધો ભાજપ દ્વારા ઉઠાવાયો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરાયો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગેનીબેનના ફોર્મમાં પણ વાંધો
ત્રણ-ત્રણ વકીલો રાખી મારું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા
બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ -કોંગ્રેસ અને અપક્ષો સહિત 41 ફોર્મ ભરાયા છે. જોકે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. જ્યાં તેમને ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને ત્રણ-ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા. જે એમની માનસિકતા બતાવે છે. ત્રણ-ત્રણ વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા તે ભાજપની માનસિકતા છે. જેમને જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંધનામાની અંદર મિકલતના ભાવમાં વાંધા કાઢયા. જેમાં મારી 2007 થી 2024ની મિલ્કતનું એફિડેવિટ સરખું જ છે. એમની જંત્રીઓ સરકાર લોકોનું શોષણ કરવા ખોટી રીતે વધારે તો એમો સુધારો કરવો પડે. વેલ્યુશન વધારવું એ કામ સરકારનું છે એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે. તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે. જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય તો અમે કઈ કરી ન શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ.
લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન
ગેનીબેન આક્ષેપ કર્યો કે, ભાજપના લોકોએ SC અને ST સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત તૂટે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા છે. જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે તેમને કોઈ સમાજના ટેકાથી નથી ભર્યા, વ્યક્તિગત ભર્યા છે. એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી. અંતે તો 20 લાખ મતદાતાઓ ઉપર છોડો, ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાવીને લાલચો આપવી પડે. તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડે એમને ઘરે ન આવવા દેવા પડે ડરાવવા પડે. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ તેમની માનસિકતા સુધરે. એમને હારની નિશાની દેખાઈ રહી છે જોકે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ સાથે રહેવાની છે.
ગેનીબેનની મિલકતમાં ભૂલ કઢાયાનો આરોપ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરતચૂકથી બજાર કિંમત અને સરવાળાના ફેરફાર હોવાથી નવું સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં સ્થાવર મિલકત અને બજાર કિંમતમાં 4 જગ્યાએ સુધારા કર્યા હતા. તો ભાગ-ખ માં સ્થાવર મિલકતમાં સુધારો, સ્વ ઉર્પાજીત સ્થાવર મિલકતમાં ખરીદ કિંમતમાં સુધારો, અને અંદાજીત ચાલુ બજાર કિંમતમાં સુધારા સહિત 7 સુધારા કરી નવું સોગંધનામું રજૂ કર્યું હતું.
ગુજરાતમાં કુલ 491 ફોર્મ ભરાયા
લોકસભા ચૂંટણીને લઈ 491 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. વિધાનસભાની પાંચ બેઠકો પેટા ચૂંટણી માટે ૩૯ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તો લોકસભા ચૂંટણી માટે ભાજપના 76 અને કોંગ્રેસના 60 ફોર્મ ભરાયા છે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ૭, અપક્ષના ૧૮૮ તો અન્ય પક્ષના ૧૬૦ ફોર્મ ભરાયા. વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષના ૧૬, તેમજ અન્ય પક્ષના ઉમેદવારે ઉમેદવારી કરી છે. ચૂંટણી પંચ દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે