હવે મંજૂરી વગર ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશ નહિ મળે, સીલ થઈ રતનપુર બોર્ડર
રાજસ્થાન સરકાર (rajasthan government) તરફથી કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બુધવારે રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવાઈ છે. ગૃહ વિભાગ તરફથી આગામી 7 દિવસો માટે રાજસ્થાનની બોર્ડર સીલ કરવાના આદેશ જાહેર કરીને બહારના રાજ્યો પરથી આવનારા વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેના બાદ સિરોહીમાંથી ગુજરાતમાં આવનાર વાહનોની બોર્ડર પર લાઈન લાગવાની તસવીરો પણ સામે આવી છે. લોકોએ પૂર્વ સૂચના વગર બોર્ડર સીલ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.
સમીર ખાન/અરવલ્લી :રાજસ્થાન સરકાર (rajasthan government) તરફથી કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બુધવારે રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવાઈ છે. ગૃહ વિભાગ તરફથી આગામી 7 દિવસો માટે રાજસ્થાનની બોર્ડર સીલ કરવાના આદેશ જાહેર કરીને બહારના રાજ્યો પરથી આવનારા વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેના બાદ સિરોહીમાંથી ગુજરાતમાં આવનાર વાહનોની બોર્ડર પર લાઈન લાગવાની તસવીરો પણ સામે આવી છે. લોકોએ પૂર્વ સૂચના વગર બોર્ડર સીલ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.
BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે
રાજસ્થાન સરકારે ફરી પોતાના રાજ્યને અન્ય રાજ્યો સાથે જોડતી બોર્ડર સીલ કરી. રાજસ્થાનમાં કોરોનાના કેસો વધતા આ નિર્ણંય લેવાયો છે. ત્યારે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર પણ સીલ કરાઈ છે. રાજસ્થાન સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, માત્ર પાસ ઇસ્યુ કરાયેલ માલવાહક વાહનોને જ રાજસ્થાનમાં પ્રવેશ મળશે. રાજસ્થાન સરકારે ગુજરાત સાથેની બોર્ડર સીલ કરી છે. ગુજરાતમાંથી રાજસ્થાન જવા અને વાયા રાજસ્થાનથી અન્ય રાજ્યમાં જવા માટે મંજૂરી લેવી પડશે.
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ શોધી કોરોનાની હર્બલ આર્યુવેદિક દવા
રાજ્યના બિનનિવાસી ગુજરાતી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ આ મામલે ટ્વિટ કરી છે અને મંજૂરી બાબતે આગામી દિવસોમાં જાણ કરશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીઓનો આંકડો રાજસ્થાનમાં 11 હજારને પાર કરી ગયો છે. ગત 24 કલાકની અંદર 123 નવા કેસ સામે આવ્યા છે. કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાને કારણે આ આદેશ જાહેર કરાયો છે. રાજસ્થાન સરકારે કહ્યું કે, માત્ર પાસના માધ્યમથી જ રાજસ્થાનમાં પ્રવેશ કરી શકાશે. મેડિકલ ઈમરજન્સીના મામલામાં કલેક્ટર તરફથી પાસ જાહેર કરવામાં આવશે. આ સાથે જ ટોલ નાકા પર પોલીસ ફોર્સનુ પ્રમાણ વધારી દેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર