પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે શરૂ કર્યું એક નોખું અભિયાન
લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં એક દહેશત ફેલાઇ છે. લોકો ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પૂરાઈ અને ગુંગળામણ અને ડરનો અહેસાસ કરી રહ્યા છે. આવું જવલ્લે જ અનુભવવા મળતું હોય છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઘરમાં પૂરાયેલા માણસની વેદનાને સાંભળી અને પાજંરે પુરાયેલા પક્ષી જે વર્ષોથી ગુલામીમાં જીવન પસાર કરે છે તો એ અબોલ પક્ષીઓની વેદના કેવી હશે આ વિચારને તેમણે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ મુકી અને પક્ષીઓની આઝાદી માટેની એક મુહિમ શરૂ કરી છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
કેતન બગડા/અમરેલી :લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં એક દહેશત ફેલાઇ છે. લોકો ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પૂરાઈ અને ગુંગળામણ અને ડરનો અહેસાસ કરી રહ્યા છે. આવું જવલ્લે જ અનુભવવા મળતું હોય છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઘરમાં પૂરાયેલા માણસની વેદનાને સાંભળી અને પાજંરે પુરાયેલા પક્ષી જે વર્ષોથી ગુલામીમાં જીવન પસાર કરે છે તો એ અબોલ પક્ષીઓની વેદના કેવી હશે આ વિચારને તેમણે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ મુકી અને પક્ષીઓની આઝાદી માટેની એક મુહિમ શરૂ કરી છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
જો તમારું ઘર ‘આવું’ હોય તો તમે Corona virus થી સુરક્ષિત નથી
પક્ષીઓ સાથે અને પર્યાવરણ સાથે જોડાયેલા લોકોને પણ પક્ષીઓની આવી ગંભીર વેદના અનુભૂતિ ક્યારે થઇ નહોતી. ક્યારે આ મહિને સહકાર આપવાને સફળ બનાવવા પર્યાવરણ પ્રેમીઓ પણ આગળ આવ્યા અને પક્ષી-પશુઓની આઝાદી મળવી જોઈએ. કુદરતે આપેલ વિશાળ ગગનમાં ઉડવાનો તેઓને હક છે. તે બાબતને તેમણે પણ પક્ષી પ્રેમીઓ પણ સમર્થન આપ્યું.
કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી
આ મુદ્દે રાજુલાના પર્યાવરણપ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે લોકો પોતાના ઘરે પુરાયેલા છે. માણસ ક્યાંકને ક્યાંક ગૂંગળામણ અનુભવી રહ્યો છે. ત્યારે વર્ષોથી પિંજરે પૂરાયા પક્ષીઓની વેદના કેમ માણસના ધ્યાન ઉપર ન આવી. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓ કે જે વર્ષોથી પિંજરે પૂરાયા છે, પક્ષીઓની પેઢીઓની પેઢી પણ પાંજરામાં પૂરી થઈ છે. જન્મ અને મૃત્યુ આ પાંજરામાં થયેલું છે, ત્યારે લોકોએ પણ ધારાસભ્ય અમરીશ ડેરની આ આઝાદીની મુહિમને દિલથી સહકાર આપ્યો.તેમજ પાંજરે પૂરાયેલા પક્ષીઓને આઝાદ કરવા માટે સમર્થન આપી રહ્યા છે.
પાકિસ્તાનમાં લગ્નમાં ગયેલા ગોધરાના 26 લોકો ફસાયા, પરત આવવા સરકાર પાસે માંગી મદદ
કવિ પ્રદીપનું એક જૂનું ગીત છે કે, ‘પિંજરે કે ઓ પંછી તેરા દર્દ ન જાને કોઈ....’ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી અનેક પક્ષીઓ પાંજરે પૂરાયા છે. લોકડાઉનના સમયમાં ઘરમાં પૂરાયેલા માનવીની વેદનાને પાંજરે પૂરાયેલા પક્ષીની વેદના સાથે જોડી કુદરતે કરેલા ઈશારાને સમર્થન આપવાનો પ્રયાસ અમરીશ ડેર નહિ, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વનો હોવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર