અમદાવાદ : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. 26મી માર્ચે આ ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાનાં ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપે વધારે એક બેઠક ગુમાવવી પડે તેવી શક્યતા છે. હાલમાં કુલ 4 બેઠકો પૈકી3 ભાજપના કબ્જામાં છે જ્યારે 1 કોંગ્રેસનાં કબ્જામાં છે. આગામી એપ્રીલ મહિનામાં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા (તમામ ભાજપ) જ્યારે મધુસુદીન મિસ્ત્રી (કોંગ્રેસ)નો કાર્યકાળ પુર્ણ થઇ રહ્યો છે. જેના પગલે એક સાથે 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ: બનેવીએ સાળાનાં દારૂમાં ઝેર પીવડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો

જો કે આ વખતની ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે આ વખતે ભાજપ એક બેઠક ગુમાવે તેવી શક્યતા છે. લોકસભાની 26 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે જે વધીને પાંચ થઇ શકે તેમ છે. ગુજરાત રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહેમદ પટેલ, અમી યાજ્ઞીક અને નારણ રાઠવા રાજ્યસભામાં છે. જ્યારે અહેમદ પટેલનાં નામે સૌથી વધારેવાર જીતવાનો રેકોર્ડ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube