ગોંડલ: બનેવીએ સાળાનાં દારૂમાં ઝેર પીવડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો

ગોંડલમાં સગા બનેવીએ જ સાળાને મારવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગોંડલ સિટી પોલીસ અનુસાર સગા બનેવીએ જ પોતાનાં સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. જેથી આડખીલીરૂપ સાળાને મારી નાખવા માટે દારૂમાં ઝેર ભેળવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે યુવાન બચી ગયો હતો. અનૈતિક સંબંધનો ભાંડો ફુટી ગયો હતો. 

Updated By: Feb 17, 2020, 10:49 PM IST
ગોંડલ: બનેવીએ સાળાનાં દારૂમાં ઝેર પીવડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો

ગોંડલ : ગોંડલમાં સગા બનેવીએ જ સાળાને મારવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગોંડલ સિટી પોલીસ અનુસાર સગા બનેવીએ જ પોતાનાં સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. જેથી આડખીલીરૂપ સાળાને મારી નાખવા માટે દારૂમાં ઝેર ભેળવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે યુવાન બચી ગયો હતો. અનૈતિક સંબંધનો ભાંડો ફુટી ગયો હતો. 

ગુજરાત: પાકિસ્તાન જઇ રહેલ ચાઇનીઝ જહાજને અટકાવાયું, અંદર છુપાયું મોટુ ષડયંત્ર
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર ભીખાભાઇ શાયાળ (ઉ.વ 44) એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉર્ફે લાલો પુંજાભાઇ વાઘમશી (રહે જેતપુર)તેમન તેની પત્ની કૈલાશબેન શિયાળ વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવીને હત્યા કરવાનાં પ્રયાસની ફરિયાદ દાખલ થઇ છે. પોલીસ દ્વારા કલમ 307, 120 B અનુસાર ગુનો નોંધીને તપાસ આદરી છે. 

મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી
વિરેન્દ્રની પોલીસ ફરિયાદ અનુસાર 19 જાન્યુઆરી રવિવારે સાંજે સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુક પોલીસ મથકની બાજુના પેટ્રોલપંપ નજીક બોલાવ્યો હતો. ત્યાં તેણે બે ગ્લાસભરીને દારૂ તૈયાર રાખ્યો હતો અને દારૂ પિતા તેમાં તેની ઝેરી ગંધ આવતા દારૂ પડતો મુકીને ઘરે પહોંચ્યો હતો. જો કે તેને ચક્કર આવતા તેને ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટર દ્વારા તેણે ઝેરી દવા ગટગટાવી હોવાનું જણાવતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સાથે ફરિયાદીએ બનેવીનાં અણછાજતા ફોટોગ્રાફ અને મોબાઇલ ફોનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને સોંપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube