અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં વિદેશમંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ત્રણ બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેમાં વિદેશમંત્રી એસ જયશંકરે આજે ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે. જ્યારે અન્ય બે ટિકિટ કોને મળશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે. આ વચ્ચે ઝી 24 કલાકને સૂત્ર પાસેથી સંભવિત નામોની જાણકારી મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના ઉમેદવારોને મુદ્દે સૌથી મોટી ખબર
ગુજરાતમાં હવે રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપે નામ જાહેર કરવાના છે. ભાજપે હજુ સુધી આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના સંખ્યાબળને જોતા રાજ્યસભાની ત્રણેય બેઠકોની ચૂંટણી બિનહરીફ થવાનું નક્કી છે. આ વચ્ચે સમાચાર મળ્યા છે કે ભાજપ બે બેઠકોમાંથી એક સીટ પર ક્ષત્રિય અને એક બેઠક પર ઓબીસી ઉમેદવારને તક આપી શકે છે. 


કોણ હોઈ શકે છે ઉમેદવાર
ઝી 24 કલાકને સૂત્ર પાસેથી મળેલી વિગત અનુસાર ભાજપ આઈકે જાડેજા અથવા હકુભા જાડેજામાંથી કોઈ એકને ક્ષત્રિય ઉમેદવાર તરીકે રાજ્યસભામાં મોકલી શકે છે. તો સુરતમાંથી એક ઓબીસી ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે. સુરતમાંથી રમેશ હુબ્બલને રાજ્યસભાની ટિકિટ મળે તેની ચર્ચા થઈ રહી છે. જો બંને નવા લોકોને ટિકિટ મળશે તો ભાજપ દિનેશ અનાવડીયા અને જુગલજી ઠાકોરને રીપિટ કરશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube