સૌરાષ્ટ્રને પણ વંદેભારત ટ્રેનની સુવિધા આપવા રામ મોકરિયાનો પત્ર, રેલવે મંત્રીને કરી અપીલ
Vande Bharat train : વંદે ભારત ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને આપવાની માગણી... રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કરી રજૂઆત...વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની કરી માગણી...કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી કરી માગણી...
Rambhai Mokariya રાજકોટ : અમદાવાદથી મુંબઈ સુધી વંદેભારત ટ્રેન દોડે છે. પરંતું ગુજરાતમાં વંદે ભારત ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને આપવાની માંગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માંગ કરી છએ. તેોએ આ મામલે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વેષ્ણવને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવાય તો સૌરાષ્ટ્રને લાભ મળે.
ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે હાલ વંદેભારત ટ્રેન દોડે છે. ત્યારે આ સુવિધા સૌરાષ્ટ્રના નાગરિકોને પણ મળે તેવી લાગણી સાંસદ રામભાઈ મોકરિયાએ વ્યક્ત કરી છે. રાજકોટ સુધી વંદેભારત ટ્રેન દોડે તેવી રજૂઆત તેઓ રેલવે મંત્રીને કરી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવા પર સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે. સૌરાષ્ટ્રભરના નાગરિકો ટ્રેનની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.
આ પણ વાંચો :
‘દેશના અર્થતંત્રમાં ખેડૂતોનું મહત્વ હોવાથી તેમના સંતાનોને અનામત આપો’
અરવલ્લીના ખેડૂતનો દેશી જુગાડ કામ કરી ગયો, જાતે બનાવી સેલિબ્રિટી જેવી કેમ્પર વેન
આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટમાં હતા. ત્યારે રામ મોકરિયાએ કહ્યું કે, સિવિલનું બિલ્ડિંગ AIMS હોસ્પિટલને આપવામાં આવે. સિવિલ હોસ્પિટલ અને AIMS વચ્ચે એમ.ઓ.યુ થાય. રાજકોટ સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. બેડલક કે અમુક ડોક્ટરો તેની ડ્યુટી મૂકીને દારૂ પીવે છે. વ્યવસ્થાઓ સુધારવા માટે મારા હંમેશાથી પ્રયાસો રહેશે. હું આગામી દિવસોમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હજી પણ રજૂઆત કરીશ.
રાજકોટ એઇમ્સ સાઈટ પર સમીક્ષા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સમીક્ષા બેઠક યોજી. તેઓએ નિર્માણાધીન એઇમ્સનું કામ કેટલું પૂરું કેટલું બાકી તેની વિગત મંગાવી. સાથે જ ઓપીડી શરૂ પણ શરૂ કરવામાં કેમ વિલંબ આવ્યો છે તેની પણ વિગતો માંગી. એઇમ્સની સમીક્ષા બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, MLA અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ડો દર્ષિતા શાહ અને ઉદય કાનગડ રમેશ ટીલાળાં સહિતના નેતાઓ તથા રાજકોટ કલેક્ટર અરુણ મહેશબાબુ, મેયર પ્રદીપ ડવ સહીત એઇમ્સનાં તબીબી અધિકારીઓ હાજર રહ્યાં.
આ પણ વાંચો :
દૂધસાગર ડેરીનું મોટું એલાન, હવે ખેડૂત પોતાનો પાક ઘર બેઠા જ વેચી શકશે
શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? આ પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ