મલ્ટીપ્લેક્સ સંચાલકોને ફળ્યો રક્ષાબંધનનો તહેવાર, 18 મહિના બાદ પહેલીવાર આટલા ગ્રાહકો જોવા મળ્યા
છેલ્લા 18 મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહેલા મલ્ટીપ્લેક્સ માલિકો માટે રક્ષાબંધનનો પર્વ રાહતના સમાચાર લઈને આવ્યો છે. મલ્ટીપ્લેક્સમાં આવેલી નવી ફિલ્મો જોવા અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે, રક્ષાબંધનનો તહેવાર મલ્ટીપ્લેક્સના સંચાલકોને ફળ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ :છેલ્લા 18 મહિનાથી કોરોના મહામારીનો સામનો કરી રહેલા મલ્ટીપ્લેક્સ માલિકો માટે રક્ષાબંધનનો પર્વ રાહતના સમાચાર લઈને આવ્યો છે. મલ્ટીપ્લેક્સમાં આવેલી નવી ફિલ્મો જોવા અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે, રક્ષાબંધનનો તહેવાર મલ્ટીપ્લેક્સના સંચાલકોને ફળ્યો છે.
છેલ્લા 3 દિવસથી સતત મલ્ટી પ્લેક્સમાં મુવી જોવા આવતા શહેરીજનોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ 60 ટકા કેપેસિટી સાથે મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તેના બાદ આંગળીના વેઢે ગણાય તેટલા ગ્રાહકો જ આવતા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સતત 500 જેટલા શહેરીજનો જુદા જુદા શોમાં ગ્રાહકો જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં અક્ષય કુમારની આવેલી નવી ફિલ્મ બેલબોટમ (bell bottom) ફિલ્મ જોવા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...
મલ્ટીપ્લેક્સના માલિકોને પણ નવી ફિલ્મ રિલીઝ થતા આગામી સમયમાં સારી એવી આવકની આશા જન્મી છે. તો સાથે જ ફિલ્મ જોવા આવતા શહેરીજનોને ચહેરા પર પણ ખુશી જોવા મળી છે. લાંબા સમયથી નવી ફિલ્મો ના આવ્યા હોવાથી મલ્ટીપ્લેક્સ પણ બંધ રહ્યા હતા. પણ હવે નવી ફિલ્મો આવતા લોકો પણ પરિવાર સાથે આવીને ફિલ્મની મજા માણી રહ્યાં છે. આગામી દિવસમાં હજુ પણ કેટલાક નવા મુવી આવવાના હોઈ મલ્ટી પ્લેક્સ માલિકોને સારા આવક અને ધસારાની અપેક્ષા છે.
આ પણ વાંચો : જામનગરના વિજુને અમદાવાદમાં મળ્યું બીજુ જીવન : સરકારી યોજના બની આશીર્વાદરૂપ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 મહિનામાં કોરોના મહામારીને કારણે સતત મલ્ટી પ્લેક્સ બંધ રહેતા સંચાલકોને મોટું નુકસાન થયુ છે. છેલ્લા 18 મહિનામાં માત્ર બે મહિના કોરોનાના કેસો ઘટતાં મલ્ટી પ્લેક્સ શરૂ કરવાની સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી હતી. પરંતુ મલ્ટીપ્લેક્સમાં નવી ફિલ્મો ના મળતા તે સમયે પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આખરે તહેવાર પર નવી ફિલ્મ આવતા ફરી એકવાર શહેરીજનો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા પહોંચ્યા છે.