ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઈનસર્વિસ ડોક્ટર્સ માટે નીતિન પટેલે (Nitin Patel) મોટી જાહેરાત કરી છે. GMERS મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા ડોક્ટર્સને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ તમામને સાતમા પગાર પંચ (7th pay commission) મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર રક્ષાબંધન (raksha bandhan) ના પર્વ પર આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકો માટે સરકાર (gujarat government) તરફથી આપવામાં આવેલી આ રક્ષાબંધનની ભેટ છે. જેમાં હવે તમામ ડોક્ટર અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નોન પેક્ટિકલ એલાઉન્સ મળશે. 



ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિયેશન સાથે જોડાયેલા રાજ્યભરના તબીબો તાજેતરમાં ધરણા પર ઉતર્યા હતા. તેમણે સાતમા પગાર પંચ મેળવવવાની વાત સાથે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સરકારે પણ આ અંગે ખાતરી આપી હતી. આખરે તેમની માંગણી સંતોષાઈ છે.