ગૌરવ પટેલ/અમદાવાદ :ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનવા જઈ રહેલ રામમંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટના રોજ થવાનું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંતિમ બેઠકમાં મંદિરની ડિઝાઈનમાં કરાયેલ અનેક બદલાવોને મંજૂરી મળી છે. હવે મંદિરની ઉંચાઈ 20 ફીટ વધારીને 161 ફીટ કરવામાં આવી છએ. આ માહિતી મંદિરની ચીફ આર્કિટેક્ટે આપી છે. તો રામમંદિરના શિલ્પકાર આશિષ સોમપુરાએ મંદિર સાથે જોડાયેલી અન્ય બાબતોનો ખુલાસો કર્યો હતો. 


સીઆર પાટીલના સ્વાગત માટે સુરત-નવસારીમાં યોજાનાર કાર રેલી કેન્સલ કરાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામમંદિરના શિલ્પ કાર આશિષ સોમપુરાએ જણાવ્યું કે, અયોધ્યામાં જે મંદિર બનશે, તે નાગાશૈલીનું મંદિર નિર્માણ પામશે. મંદિરના બનાવટમાં કુલ ૩૫૦ પિલ્લર પર મંદિર આકાર લેશે. મંદિર ત્રણ માળનું રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર પર રામ લલ્લાનું મંદિર હશે. પ્રથમ ફ્લોર પર રામ દરબાર અને સેકન્ડ ફ્લોર ખાલી રહેશે. મંદિરને મજબૂતાઇ આપવા માટે ત્રીજો ફ્લોર બનાવાયો છે. લાખો દર્શનાર્થીઓ આવવાની ધારણા સાથે મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર વધારવામાં આવ્યો છે. દેશના વધારે દર્શનાર્થીઓ ધરાવતા ૧૦ મંદિરનો અભ્યાસ કરી ડિઝાઇન બનાવાઇ છે. 


ગુજરાતના નવા પોલીસવડા માટે 13 નામની યાદી કેન્દ્રને મોકલાઈ


તેમણે વધુમાં કહ્યું કે, સાડા ત્રણ વર્ષમાં આ મંદિર નિર્માણ પામશે. રામ મંદિરમાં પ્રદક્ષિણાનો માર્ગ બહાર જ બનાવાયો છે. મંદિરની કોતરણીમાં વિષ્ણુના દશાવતાર રામ જીવન લીલા જોવા મળશે. શિલ્પ શાસ્ત્રોના નિયમ પ્રમાણે મંદિર બનશે. કુલ પાંચ ઘુમ્મટ સાથેના મંદિરનું નિર્માણ કરવામા આવશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર