અમદાવાદઃ  અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન વચ્ચે તેના માટે થયેલો સંઘર્ષ ખુબ ચર્ચામાં છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શરૂ થયેલા આંદોલને ગુજરાતને ભાજપનો ગઢ બનાવવામાં મદદ કરી. આ આંદોલને ન માત્ર ભાજપના પાયા મજબૂત કર્યાં પરંતુ સામાજિક અને રાજકીય સ્થિતિની દશા બદલી નાખી. ગુજરાતમાં મંદિર આંદોલનની શરૂઆત 1980ના દાયકામાં પત્ર લખવાની સાથે થઈ હતી. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા કહે છે કે શરૂઆતમાં રામ મંદિર આંદોલન મહદ અંશે ગુજરાતના શહેરો સુધી સીમિત હતું, પરંતુ આગળ ચાલી આ અભિયાનનું સમર્થન કરનાર વિવિધ સંપ્રદાયોના હિન્દુ સંતોની સાથે ગુજરાતમાં યાત્રાઓ કાઢાવામાં આવી હતી. ત્યારબાદ આ આંદોલને ગતિ પકડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંદોલન સાથે મજબૂત થઈ ભારતીય જનતા પાર્ટી
ગુજરાત આજે ભલે ભાજપનો અભેદ ગઢ છે, પરંતુ એક સમય હતો જ્યારે ગુજરાતમાં ભાજપ માટે ખુબ મુશ્કેલ સમય હતો. 1984ની ચૂંટણીમાં ભાજપને માત્ર બે સીટ મળી હતી. તેમાંથી એક સીટ ગુજરાતના મહેસાણાની હતી. રામ મંદિર આંદોલન તરફથી પાર્ટીની હાજરી શહેરી વિસ્તાર સુધી સીમિત હતી. મંદિર આંદોલનની શરૂઆતની સાથે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ શાહ બાનો કેસ પર વલણે ધ્રુવીકરણને તેજ કરી દીધુ હતું. બીજા શબ્દોમાં કહીએ તો તેમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. ત્યારબાદ રામ મંદિર આંદોલન ગુજરાતમાં ફેલાઈ ગયું હતું. તેની ઝકલ ભાજપના પ્રદર્શનમાં જોવા મળી હતી. 1987ના અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં અટલબિહારી વાજયેપીની બાપુનગરમાં થયેલી રેલીને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે આ રેલીમાં ભાજપને સફાઈનું કામ આપવાની માંગ કરી હતી. જ્યારે કોર્પોરેશન ચૂંટણીનું પરિણામ આપ્યું તો જનાદેશ ભાજપના પક્ષમાં હતો. ભાજપ પ્રથમવાર અમદાવાદ કોર્પોરેશનમાં પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. 


આ પણ વાંચોઃ આ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતી


અમદાવાદમાં પ્રથમ જીત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કર્યા બાદ રામમંદિર આંદોલને પણ વેગ પકડ્યો હતો. બે વર્ષ પછી, 1989 માં, વિશ્વ હિન્દુ પરિષદે રાજ્યમાં શિલા પૂજન અભિયાન શરૂ કર્યું. રાજ્યભરના તમામ મંદિરોમાં આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારણે રામમંદિર આંદોલનમાં લોકોની ભાગીદારી વધી. આ અભિયાનનું નેતૃત્વ સંતોએ કર્યું હતું. દુર્ગા વાહિનીના ભૂતપૂર્વ રાજ્ય કન્વીનર માલાબેન રાવલ કહે છે કે તે સમયે કોઈ કોમ્યુનિટી હોલ નહોતા અને ગામડાઓમાં દરેક નજીકના મંદિરમાં જતા અને સંદેશા સાથે પાછા ફરતા. એક તરફ શિલાપૂજન અભિયાન આગળ વધી રહ્યું હતું, તો બીજી તરફ 1985માં બનેલા બજરંગ દળ ત્રિશુલ દીક્ષા જેવા આક્રમક અભિયાનોએ આમાં મદદ કરી. કહેવાય છે કે આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં મંદિર આંદોલન સુધી પહોંચ્યો હતો. જેના કારણે 1989ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 12 લોકસભા બેઠકો કબજે કરી હતી. રાજ્યની આ બેઠકો જનતા દળ દ્વારા ભાજપને આપવામાં આવી હતી. તો જનતા દળને 11 બેઠકો મળી હતી. મંદિર આંદોલનની અસર એટલી બધી હતી કે 1990 સુધીમાં ભાજપે રાજ્યમાં જનતા દળ સાથે ગઠબંધન સરકાર બનાવી.


આ સંગઠનોનો થયો ઉદય
ગુજરાતમાં રામ મંદિર આંદોલના ઉદયમાં વિહિપ, બજરંગ દળ અને દુર્ગા વાહિની જેવા સંગઠનોની મહત્વની ભૂમિકા રહી. રામ મંદિર આંદોલનની લહેર પર સવાર થઈને ભાજપે રાજ્યમાં પોતાનો વિસ્તાર કર્યો હતો. આ વચ્ચે રાજ્યમાં 25 સપ્ટેમ્બર 1990ના લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યાની રથ યાત્રા કાઢી હતી. તેમાં દિવંગત પ્રમોદ મહાજન અને નરેન્દ્ર મોદીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના કારણે રાજ્યમાં ભાજપે 1991ની ગુજરાતની 20 લોકસભા સીટ જીતી અને રાજ્યની સત્તાપર મોટી દાવેદારી રજૂ કરી. ભાજપે જનતા દળ સાથે ચાલી રહેલી સરકાર સાથે સંબંધ તોડી નાખ્યો અને પછી રામ મંદિરના આંદોલનને આક્રમક રીતે આગળ વધાર્યું હતું.


આ પણ વાંચોઃ રામ મંદિર માટે આ બે ગુજરાતીઓએ આપ્યા સૌથી વધુ રૂપિયા, મળ્યું આમંત્રણ


જનતા દળ સાથે છેડો ફાડ્યો
વિહિપ તરફથી પ્રવીણ તોગડિયાએ પ્રભારીનું નેતૃત્વ કર્યું, જ્યારે મોદીએ આરએસએસ અને ભાજપ કાર્યક્રમોના સમન્વય માટે પદડાની પાછળ સંચાલન સંભાળ્યું હતું. 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કાર સેવક જશ્ન મનાવતા ઘરે પરત ફર્યા હતા. 1995ની ચૂંટણીમાં ભાજપે ચિમનભાઈ પટેલના નેતૃત્વવાળી કોંગ્રેસ-જનતાદળ ગઠબંધન સરકારને હટાવી 121 સીટ જીતી હતી. ત્યારથી ગુજરાતે કોઈ અન્ય પાર્ટીને સત્તા સોંપી નથી. ભાજપ સતત સત્તામાં છે. આજની તસવીર જોઈએ તો ગુજરાત વિધાનસભાની 182માંથી 156 સીટો ભાજપ પાસે છે, તો લોકસભાની તમામ 26 સીટો પર ભાજપનો કબજો છે. એટલું જ નહીં એપ્રિલ 2026માં રાજ્યની તમામ 11 રાજ્યસભા સીટ પણ ભાજપ પાસે હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube