શ્લોક-મંત્રોચ્ચારમાં પારંગત બ્રાહ્મણ રમેશભાઈ જાની 37 વર્ષે ફરી આપી રહ્યા છે ધો.10ની બોર્ડની પરીક્ષા
શ્લોક અને મંત્રોચ્ચારમાં તેઓ પારંગત છે તેમ છતાં 37 વર્ષની ઉંમરે તેઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. જે ક્ષેત્રથી તેઓ જોડાયેલા છે તેમાં તેઓ નિપુર્ણ હોવા છતાં બાળકોને હોમવર્ક કરાવવા માટે તેઓ આ ઉંમરે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે.
ઝી બ્યુરો/સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કરતાં બ્રાહ્મણ રમેશભાઈ જાની હિન્દુ ધર્મશાસ્ત્રનોની જાણકારી રાખે છે. શ્લોક અને મંત્રોચ્ચારમાં તેઓ પારંગત છે તેમ છતાં 37 વર્ષની ઉંમરે તેઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. જે ક્ષેત્રથી તેઓ જોડાયેલા છે તેમાં તેઓ નિપુર્ણ હોવા છતાં બાળકોને હોમવર્ક કરાવવા માટે તેઓ આ ઉંમરે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે.
ગુજરાતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ, આ વિસ્તારોમાં આગામી 5 દિવસ ખુબ જ ભારે!
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક નજીક રહેતા બ્રાહ્મણ અને કર્મકાંડ કરતા રમેશભાઈ જાની હાલના દિવસોમાં લોકોને ત્યાં કર્મકાંડ અને પૂજા કરાવવાના બદલે ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે. તેમની ઉંમર 37 વર્ષ છે પરંતુ પોતાના બાળકો માટે તેઓએ ધોરણ 10 ની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં સી પ્લેનની રાહ જોઈને બેસ્યા છો તો સરકારે આપેલો આ ફાઈનલ જવાબ જાણી લેજો
રમેશભાઈ ને એક દીકરા અને બે દીકરીઓ છે અને તેઓ ભણી રહ્યા છે. રમેશભાઈ ના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. જેના કારણે તેઓ માત્ર ધોરણ 9 સુધી જ ભણ્યા હતા. માત્ર માતા પિતા જ નહીં પરંતુ તેમની ત્રણ બહેન અને બે ભાઈ પણ ભણી શક્યા નહોતા.આજીવિકા ચલાવવા માટે તેઓએ બ્રાહ્મણ બનવા માટે શિક્ષા લેવાની શરૂઆત કરી.
આ ગામના પ્રગતિશીલ ખેડૂતે ભારે કરી!અજમાસ્ત્રનો ઉપયોગ કરી તરબૂચનુ રેકોર્ડબ્રેક ઉત્પાદન
સૌથી પહેલા તેઓએ પોતાના માતા પિતા પાસેથી કર્મકાંડ અંગે તમામ જાણકારી મેળવી અને વિધિ અંગે માર્ગદર્શન મેળવ્યુ. તેઓએ સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ તેમજ જ્યોતિષશાસ્ત્ર અંગે અભ્યાસ પણ કર્યો છે. ત્યારે તેઓ મંત્રોચ્ચાર કરે છે ત્યારે લોકો જોતા રહી જાય છે તેમ છતાં તેઓ ધોરણ 10 ની પરીક્ષા હાલ આપી રહ્યા છે કારણકે તેમના ત્રણ બાળકો છે અને તેઓ ઓછું ભણેલા હોવાથી બાળકોને અભ્યાસમાં મદદરૂપ બનવા માટે તેઓ ધોરણ 10 ની પરીક્ષા આપવાનો વિચાર કર્યો છે.