મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના રામોલમાં એક જ દિવસમાં બનેલા હત્યાના બે બનાવોને ગંભીરતા લઈ રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો છે. જોકે આ બન્ને હત્યાને અંજામ આપનાર આરોપી પણ મૃતકોનો મિત્ર જ હોવાનુ સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલ આરોપી પર એક નહિ ઓન બે બે હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. જેને પગલે રામોલ પોલીસે અશ્વિન મરાઠીની ધરપકડ કરી છે. શરીરે અધમરો દેખાતા આ યુવકે એક નહીં પરંતુ બે હત્યાને અંજામ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢોર કોણ છે? તંત્ર કે પશુ એ જ ખબર નથી પડતી, નવસારીમાં વધારે એક યુવાને જીવ ગુમાવ્યો


જો બનાવ અંગેની વાત કરીએ તો રામોલ વિસ્તારની ન્યુલક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી કલ્પેશ નામના યુવકની પોતાના જ ઘરમાં ધાબા પરથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા હત્યારા આરોપી અશ્વિન મરાઠી અંગે માહિતી મળી અને તેને પકડી પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીએ માત્ર એક નહીં બે મિત્રોની હત્યા કરી છે. જેને પગલે નજીકના ખુલ્લા ખેતરના મેદાનમાંથી રણજીત નામના બીજા મિત્રની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે આ હત્યા અંગે આરોપી અશ્વિનને પોલીસે પૂછપરછ કલ્પેશની હત્યા અગાઉના ઝઘડાને કારણે કરી હતી. 


હાર્દિક પટેલે માં ઉમિયા અને ખોડીયારના સમ ખાઇને ZEE 24 KALAK પર કર્યો ચોંકાવનારો ખુલાસો


રણજીત નામના મિત્રની હત્યાનું પાછળનું કારણ જાણ્યું તે ચોંકાવનારૂ હતું. આરોપીના કહ્યા પ્રમાણે અશ્વિન મરાઠીએ કલ્પેશની હત્યા કરવાની વાત રણજીતને કરેલી. શંકાએ વાતની થઈ કે રણજીતે આ વાત કલ્પેશને જણાવી દેશે તો? જે શંકા આધારે હત્યારા અશ્વિને કલ્પેશ અને રણજીતની હત્યા કર્યા બાદ બંનેનાં વીડિયો પણ બનાવ્યા હતા. પોતે મરાઠા છે તેમજ ઘરમાં ઘૂસીને મારીશ તેવા ડાયલોગ સાથે આ વીડિયો બનાવ્યા હોવાનું મોબાઈલમાં મળી આવ્યું હતું.


આણંદમાં દુર સુધી દરિયો નથી છતા પણ વ્હેલ માછલીનો એવો પદાર્થ મળી આવ્યો કે...


રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા અશ્વિનને ઝડપી પડ્યો હતો. જોકે હત્યારો અશ્વિન અને મૃતક કલ્પેશ તેમજ રણજીત વર્ષો જૂના મિત્રો હતા. જોકે આ મિત્રો નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું ખુલ્યું છે. જેમાં આ મિત્રોના આંતરિક ઝઘડા મોતનું કારણ બન્યા છે. જોકે આ ગુનામાં રણજિતની હત્યા કરેલી લાશ જે સ્થિતિમાં મળી આવી તે જોતા આરોપી અશ્વિનની સાથે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ હોવાની આશંકાએ પોલીસે તપાસ તેજ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube