ગૌરવ પટેલ/અમદાવાદ: વસ્ત્રાલમાં એક સિક્યુરીટી ગાર્ડની હત્યાના આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી છે. પ્રણામી સોસાયટીમાં પ્રમાણિકતાથી કામ કરતા ગાર્ડે આરોપી રીક્ષા ચાાલકને અટકાવી નોંધ કરવા કહ્યું હતું. જો કે રીક્ષા ચાલકે સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન સિક્યુરીટી ગાર્ડનું મોત થતાં રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કદી ન જોયા હોય તેવા માઠા દિવસો દેખાડશે માવઠું! આ વિસ્તારોમા સૌથી મોટો ખતરો


અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેલ પ્રણામી બંગ્લોઝમાં 22 તારીખના રોજ એક રીક્ષા ચાલકે સિક્યુરીટી ગાર્ડ પર રીક્ષા ચઢાવીને જીવલેણ ઈજા પહોચાડી હતી. આ હુમલામાં સારવાર દરમિયાન સીક્યુરીટી ગાર્ડનું મોત થતા રામોલ પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ હત્યા ની કલમો ઉમેરી આરોપીની ધરપકડ કરી છે. મનીષ સૈની નામના રિક્ષા ચાલક રેપિડોમાં રિક્ષા ચલાવે છે અને પ્રણામી બંગલોઝમાં રહેતા પ્રમોદભાઇ મહેશ્વરીના ઘરના સભ્યોને રેલવે સ્ટેશન જવાનું હોવાથી તેમણે રેપીડો એપ્લીકેશન મારફતે ઓનલાઇન રીક્ષા બુક કરાવી હતી. રીક્ષા બુક કરાવ્યા બાદ ચાલક પેસેન્જરને લેવા આવ્યો હતો. જોકે નિયમ પ્રમાણે રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા મામલો બીચક્યો હતો. અને રીક્ષા ચાલકએ સિક્યુરીટી ગાર્ડ નરેશ મોદી પર રીક્ષા ચઢાવીને ઈજા પહોંચાડતા સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું છે. જે ગુનામાં આરોપી મનીષની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે. 


ગુજરાતમાં ગોળ ઉત્પાદનમાં કયો જિલ્લો છે હબ? શું છે ગોળની ખાસિયત, કેમ વાગે છે વિદેશમાં


સિક્યુરિટી ગાર્ડ નરેશ મોદી પર હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેને લઈ રામોલ પોલીસે તથા ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને રેપિડો કંપનીમાંથી રીક્ષા ચાલકની માહિતી મેળવી તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. ગઈકાલે આરોપી મનીષ સૈની રિક્ષા લઈને રામોલ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે સમયે તેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી સાથે જ રેપીડો એપ્લિકેશનમાંથી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આરોપી રામોલ વિસ્તારનો જ રહેવાસી અને છેલ્લા થોડા સમય પહેલા જ યુપી થી અમદાવાદ આવ્યો હોવાની કબુલાત કરી છે. જેથી આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ; એક નાનકડા ગામથી વરરાજાની વેલ હેલીકોપ્ટરમાં પહોંચી, PHOTOs


પ્રમાણિકતાથી નોકરી કરનાર સિક્યુરિટી ગાર્ડને વળતરમાં મોત મળતા લોકોમાં અને પરિવારમાં રોશની લાગણી છે. તો બીજી તરફ પરિવાર માંગ કરી રહ્યું છે કે, આવા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ નિર્દોષ પર હુમલો કરતા આરોપી 100 વખત વિચાર કરે. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


ગોવાના બીચનો શ્રેષ્ઠ વિકલ્પ છે ગુજરાત : આ 5 બીચ જોઈ લેશો તો ગોવા જવાનું ભૂલી જશો