ગુજરાતમાં ગોળ ઉત્પાદનમાં કયો જિલ્લો છે હબ? શું હોય છે ગોળની ખાસિયત, કેમ વાગે છે વિદેશમાં ડંકો

Jaggery Production: ગુજરાતના ખેડૂતો દેશી ઓર્ગેનિક ગોળ તરફ વળ્યા છે. જેમાં ખાસ ગરીને ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે.

ગુજરાતમાં ગોળ ઉત્પાદનમાં કયો જિલ્લો છે હબ? શું હોય છે ગોળની ખાસિયત, કેમ વાગે છે વિદેશમાં ડંકો

free desi jaggery: આજકાલ યુવાનોમાં ભલે ગોળ બહુ લોકપ્રિય ન હોય, પરંતુ વડીલો આજના સમયમાં પણ પોતાના દિવસની શરૂઆત ગોળથી કરે છે. શેરડીના રસમાંથી બનેલી આ મીઠાઈ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગોળમાં આયર્નથી લઈને કેલ્શિયમ હોય છે. લોકો ખોરાક ખાધા પછી ગોળ ખાય છે. ગોળનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરને ઘણા પોષક તત્વોથી ભરપૂર રાખે છે. આ જ કારણ છે કે લોકોને ભોજન કર્યા પછી ગોળનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. જો કે તેના વધુ પડતા સેવનથી પણ બચવું જોઈએ. 

ગુજરાતના ખેડૂતો દેશી ઓર્ગેનિક ગોળ તરફ વળ્યા છે. જેમાં ખાસ ગરીને ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. ગીર સોમનાથના ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરતાં થયાં છે. અહીંના ગોળની મીઠાશ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરો સુધી પહોંચી છે.

ગોળના પ્રકાર
ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન-ઑર્ગેનિક છે.

કેવી રીતે થાય છે ગોળનું ઉત્પાદન?
ખેતરમાંથી પહેલા તો શેરડી એકઠી કરવામાં આવે છે. ત્યારબાદ શેરડી પીલવામાં આવે છે અને તેનો રસ કાઢી તેને ગાળી લેવામાં આવે છે. ત્યારબાદ એક ચોક્કસ તાપમાને આ રસને ઉકાળવામાં આવે છે. આ ઉકાળવાની ક્રિયા દોઢથી બે કલાક સુધી સતત ચાલુ રહે છે. ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોળનું શુદ્ધિકરણ થાય છે અને ઉકાળેલા રસ ઠંડુ પડતાં ઘટ્ટ બને છે. જેને ઢાળીને તેના રવાં બનાવવામાં આવે છે. આ પછી ચોકીમાં ચોસલાં પાડી અને 5,10,20…એમ વિવિધ કિલોગ્રામના ડબ્બામાં પેકિંગ કરી મુંબઈ સહિત વિવિધ શહેરોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

પેટ માટે ફાયદાકારક
ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ.સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે.

ગોળ એક, ઉપયોગ અનેક
ગીર સોમનાથમાં ઉત્પાદિત ગોળના કુલ ઉત્પાદનમાંથી ફર્સ્ટ અને સેકન્ડ નંબરની ક્વોલિટીનો ગોળ ખાદ્યપદાર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો અમુક ગોળ પ્રાણીઓને ખવડાવવામાં તેમજ તમાકુની પેદાશોની પ્રક્રિયામાં વાપરવામાં આવે છે. આ સિવાય ગોળ બનાવતાં વધેલા શેરડીના છોતરાંને સુકવીને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. કેટલાક ખેડૂતો જમીનને પણ ગોળ પીવડાવે છે. જેથી વધુ પ્રમાણમાં અળસિયા ઉત્પાદન થઈ શકે અને જમીન ફળદ્રુપ બનાવી પ્રાકૃતિક ખેતીને વેગ આપી શકાય.

ગોળમાં એન્ટિઑક્સિડન્ટ-ખનીજમાત્રા હોય છે વધારે
ગોળને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ કરેલા ગોળના ઘટકોમાં મુખ્યત્વે સુક્રોઝ હોય છે. ગોળમાં આ સિવાય ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ અને આર્યન જેવી ખનિજમાત્રા પણ ભરપૂર હોય છે. આ ઉપરાંત એન્ટિઑક્સિડન્ટથી ભરપૂર ગોળ કફ-શરદી, બ્લડપ્રેશર, એનિમિયા વગેરે જેવી બીમારીઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

માસિકમાં દુખાવો
પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે દૂર થશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો રોજે ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.

શરદી-ઉધરસ
જે વ્યક્તિને રેગ્યુલર શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

સાંધાનો દુખાવો
ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડેછે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.

ત્વચામાં ગ્લો થશે
ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

મગજ સક્રિય
શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

લોહીની અછત દૂર થશે
ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

બ્લડ પ્રેશરમાં રાહત
જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઉપચાર છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે.

હાડકાંની શક્તિ વધારે
કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

અસ્થમા
અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ વધારવી
જો તમે શરીરને ઉર્જાથી ભરપૂર રાખવા માંગતા હોવ અથવા તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તમારે જમ્યા પછી ગોળ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

વજન ઘટાડવું
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે દરરોજ ગોળનું સેવન કરી શકો છો. જમ્યા પછી ગોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાચનમાં સુધારો કરે છે. જે વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news