મિત્રએ જ મિત્રનું ખૂન કર્યું! સુરતમાં એવું તે શું બન્યું કે એકે ચપ્પુના ઘા ઝીંકી બીજાની હત્યા કરી
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર બોરડી વિસ્તારમાં રહેતો 35 વર્ષીય મુન્ના શેખ મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આજ રોજ વહેલી સવારે મુન્ના ઘર નજીકમાં આવેલ ચાની દુકાને ચા પીવા ગયો હતો.
પ્રશાંત ઢીવરે/સુરત: રાંદેર વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. બાપુનગર મકાઈ પુલ પાસે મુન્ના સેખ નામનો યુવક ઘર નજીક ચા પીવા માટે ગયો હતો. ત્યાં તેનો જ મિત્ર ફારુક વચ્ચે પૈસાની લેતીદેતીને લઈ બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી. દરમિયાન મોહમ્મદ અસ્લમ ફારુક ઉશ્કેરાઈ જતા મુન્ના પર એકા એક ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને લઈને નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. મુન્નાને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો મુન્ના નું ટૂંકી સારવાર બાદ નીપજ્યું હતું. ઘટનાને લઈને રાંદેર પોલીસે મરણજનાર મુન્નાના ભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર બોરડી વિસ્તારમાં રહેતો 35 વર્ષીય મુન્ના શેખ મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આજ રોજ વહેલી સવારે મુન્ના ઘર નજીકમાં આવેલ ચાની દુકાને ચા પીવા ગયો હતો. મોહમ્મદ પર ત્યાં હાજર હતો બંને વચ્ચે પૈસાની લેતીદેતીને લઈ બોલચાલ થઈ હતી. બોલાચાલી દરમીયાન મોહમ્મદ ઉસકેરાઈ જતા મુન્ના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલોમાં મુન્નાને શરીરના ભાગે ગંભીરે જાઓ પહોંચી હતી. મુન્નાને તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી
મરણજનાર મુન્ના અને આરોપી મોહમ્મદ બંને મિત્રો છે. આરોપી મોહમ્મદ મરણજનાર મુન્નાને મજૂરી કામ માટે લઈ ગયો. મજરીના પૈસા મહંમદએ મુન્નાને આપવાના બાકી રાખ્યા હતા. મુન્ના જ્યારે પણ મોહમ્મદ પાસે મજૂરીના બાકી પૈસા માંગતો હતો. ત્યારે મોહમ્મદ માત્ર વાયદા પર વાયદા કરતો હતો. આજ રોજ વહેલી સવારે મુન્ના અને મોહમ્મદ ચાની દુકાને ભેગા થયા હતા. દરમિયાન મુન્નાએ મોહમ્મદ પાસેથી મજૂરીના બાકી નીકળતા 700 રૂપિયા માંગ્યા હતા. મોહમ્મદે પૈસા પછી આપવાનું કહી ફરી વાયદા આપતા આ વાતને લઈને બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી.
'લોહીના સંબંધ પણ ક્યારેક દગો દે છે', રાજકોટમાં એક એવી ઘટના જે સાંભળીને ચોંકી જશો
બોલાચાલી દરમિયાન મોહમ્મદ ઉશ્કેરાઈ ગયો હતો. મોહમ્મદે પોતાની પાસે રહેલ ચપ્પુ કાઢી એકાએક મુન્ના ઘા ઝીંકી દીધા હતા. મુન્ના ને શરીરના અલગ અલગ ભાગે ગંભીરી જાઓ પહોંચી હતી. મુન્ના પર જીવલેણ હુમલો કરી મોહમ્મદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને નજીકના લોકો દોડી આવ્યા હતા. મુન્નાને તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટની જાણ થતાં જ રાંદેર પોલિસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મરણ જમાર મુન્નાના મૃતદેહ પીએમ અર્થ મોકલી હત્યારા મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
ગુજરાતમાં શું આ રીતે થશે સારવાર? સુવિધા હોવા છતાં દર્દીના સગા સ્ટ્રેચર ખેંચવા મજબૂર
મરણજનાર મુન્ના મુળ મહારાષ્ટ્ના જલગાંવનો વતની છે. સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર ખાતે માતા, ચાર ભાઈઓ સાથે રહેતો હતો. મુન્ના પરીવાર નાનો હતો. મિત્ર જ 700 દુનિયાની લેતી-દેતીમાં ઘર નજીક જ ચપ્પુનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.