થાઇ મસાજ ખૂબ સાંભળ્યું...પણ આ ગુજ્જુ ખેડૂતે થાઇ જામફળની ખેતી કરી જમાવટ કરી દીધી
રણધીરસિંહ આડમારેએ ખેતરમાં 7 હજાર 500 જેટલા થાઈલેન્ડ વેરાયટીના જામફળ વાવ્યા છે. ખેડૂતે પ્લાનિંગ સાથે કરેલી મહેનત બાદ આજે મબલક ઉત્પાદન મળી રહ્યું છે. જામફળની ખેતીમાં 20થી 22 લાખ રૂપિયાનું તેઓને ઉત્પાદન મળી રહ્યું છે..
સુરત: દક્ષિણ ગુજરાતની ઓળખ એટલે રોકડિયા પાક શેરડીની તેમજ ધાન્ય પાક ડાંગરની ખેતી નજરે પડે. મોટા ભાગના ખેડૂતો રોકડિયા પાકમાં શેરડીનું વાવેતર કરીને કમાણીનું સાધન બનાવ્યું છે. પરંતુ શેરડી, ડાંગર જેવી રૂટિન પરંપરાગત ખેતીની સાથે હવે ખેડૂતો કંઈક નવી ખેતી તરફ વળ્યા છે. આંબાવાડી, ચીકુ વાડી બાદ હવે ખેડૂતો આધુનિક ટેકનોલોજી સાથે નવા પાકનું વાવેતર કરતા થયા છે.
સુરતના માંગરોળ તાલુકાના ગિજરમ ગામના ખેડૂતે કંઈક અલગ જ કરવાની નેમ ધારી હતી.. રણધિરસિંહ આડમારેએ પોતાના ૨૨ વીઘાના ખેતરમાં થાઈલેન્ડના 1kgથી ઓળખાતા જામફળનું વાવેતર કર્યું છે. રણધીરસિંહ આડમારેએ ખેતરમાં 7 હજાર 500 જેટલા થાઈલેન્ડ વેરાયટીના જામફળ વાવ્યા છે. ખેડૂતે પ્લાનિંગ સાથે કરેલી મહેનત બાદ આજે મબલક ઉત્પાદન મળી રહ્યું છે. જામફળની ખેતીમાં 20થી 22 લાખ રૂપિયાનું તેઓને ઉત્પાદન મળી રહ્યું છે..
મોટો નિર્ણય: બાળકોને ઠંડીથી રક્ષણ મળે તેવું જેકેટ- સ્વેટર પહેરાવીની છૂટ, ફરજિયાત નથી
રણધીરસિંહ આડમારેએ જામફળની ખેતીમાં જમાવટ કરી દીધી છે. વર્ષોથી પરંપરાગત રીતે શેરડીનું વાવેતર થતું હતું. પરંતુ કંઈક નવીન ખેતી કરવા માટે તેઓએ વિચાર કર્યો. એ પછી શરૂઆતમાં જામફળના ૬૦૦ જેટલા રોપાઓ લાવીને અખતરો કર્યો હતો. 1 વર્ષમાં જામફળના છોડ ઉપર ઉત્પાદન ચાલુ થતાં આ ખેતી વિસ્તારીને વધુ 7 હજાર જેટલા રોપા લાવીને વાવેતર કરી દીધું છે. હાલમાં ૨૨ વીઘા જમીનમાં કુલ 7 હજાર 500 જેટલા રોપા પરથી જામફળનું ઉત્પાદન મળી રહ્યું છે. જામફળના પાકમાં બહુ ઓછી મહેતને સારું ઉત્પાદન લઈ શકાય છે.
થાઈ વેરાયટીના જામફળમાં સિઝન દરમિયાન સારું ઉત્પાદન મળે છે.. મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ઉત્પાદન બંધ હોય છે. બાકીના સમયમાં કહેતા સપ્ટેમ્બર મહિનાથી જામફળમાં ઉત્પાદન ચાલુ થઈ જાય છે. થાઈ વેરાયટીના જામફળમાં માવો દળદાર અને ફળની સાઈઝ મોટી હોય છે. સામાન્ય જામફળ 50થી 100 ગ્રામ વજનનું હોય છે.. જેની સામે આ જામફળ 600 ગ્રામથી 1 કિલો વજનના મળે છે. થાઈ વેરાયટીના જામફળનું 80થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાણ થાય છે. જામફળની ખેતીમાં 1 છોડનો માત્ર 25થી 30 રૂપિયા જેટલો જ ખર્ચ આવે છે.
ગુજરાતમાં શીત લહેરને લઈને મહત્વપૂર્ણ એડવાઈઝરી, લોકોને થઈ શકે છે હાઈપોથર્મિયા!
જામફળની સિઝનમાં દરરોજ 150 કેરેટ જામફળનું ઉત્પાદન મળે છે. જામફળનું સીધું ગ્રાહકોને વેચાણ કરવા 35 જેટલી લારીઓ ગોઠવી દીધી છે. અત્યાર સુધીમાં 50 ટન જામફળનું ઉત્પાદન લઈ લીધું છે. જામફળની ખેતીમાં ઓછા ખર્ચે વધુ નફો મળી રહે છે.. છોડનું વાવેતર કર્યા પછી 12 મહિને ઉત્પાદન ચાલુ થઈ જાય છે. જામફળનું 12 ફૂટ બાય 8 ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે છે. માત્ર 3 વર્ષના છોડ ઉપર સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છે.
મનફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરો ચેતે! આ ધંધો છોડો કાં તો ગુજરાત છોડો: ઋષિકેશ પટેલ
થાઈ વેરાયટીના જામફળની ગુજરાતમાં જમાવટ થઈ રહી છે. ખેડૂતો પરંપરાગત પાક છોડીને આવી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. શેરડી અને થાઈવેરાયટીના જામફળમાં ફર્ક એટલો છે કે શેરડીની ખેતી ૧૮ મહિનાની હોય છે. જ્યારે જામફળની ખેતીમાં 12 મહિને ઉત્પાદન મળી જાય છે. રણધીરસિંહના ખેતર ઉપર હાલમાં દરરોજ ૨૦ થી ૨૫ જેટલા મજૂરોને રોજીરોટી પણ મળે છે. સાવ ઓછા ખર્ચમાં સારું અને ઉત્તરોતર 20 વર્ષ સુધી વધુ ઉત્પાદન આપતી જામફળની આ નવી વેરાયટીનું ખેડૂતો વાવેતર કરે તે માટે તેઓ માર્ગદર્શન પણ આપી રહ્યા છે.