ઝી બ્યુરો/સુરત: ભારતના વૈજ્ઞાનિકોને બિરદાવા માટે સુરતની સાત મહિલા રંગોલી આર્ટિસ્ટે વિશાલકાય ચંદ્રયાન 3 ની રંગોળી બનાવી છે. સુરતની સાત જેટલી મહિલા રંગોળી આર્ટીસ્ટો દ્વારા ચંદ્રયાન ત્રણની રંગોલી તૈયાર કરવામાં આવી છે. તેર બાય સાત ફૂટની આ વિશાળ રંગોળીમાં ચંદ્રયાન ત્રણ આબેહુંબ નજર આવે છે. 22 કલાકની મહેનત બાદ આ ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગ


ચંદ્રયાન-3ની લોન્ચિંગને લઈ ભારતના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. ભારતના વૈજ્ઞાનિકોની પ્રશંસા વિશ્વભરના લોકો કરી રહ્યા છે, ત્યારે સુરતની વિદ્યાકુંજ શાળામાં ચંદ્રયાન-3ની લોન્ચિંગની રંગોળી બનાવવામાં આવી છે. 22 કલાકની મહેનત બાદ તેઓએ ચંદ્રયાન ત્રણ નીચે ખાસ રંગોળી બનાવી છે તે ખૂબ જ સુંદર અને વૈજ્ઞાનિકો પ્રત્યે સન્માનને બમણું કરી દેશે.


 


પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, કેપ્ટન કૌરની તોફાની અડધી સદી


આ રંગોળીની અનેક વિશેષતાઓ છે. સુરતની સાત જેટલી રંગોળી આર્ટિસ્ટ દ્વારા માત્ર 12 કલરના અલગ અલગ શેડ આપીને આ રંગોળી તૈયાર કરવામાં આવશે. રંગોળી 13 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી છે. આ રંગોળી શાળાની અંદર બનાવવા પાછળનું કારણ છે કે જે વિદ્યાર્થીઓ તે દિવસે શાળામાં હશે તેવા રંગોળી જોઈ દેશની સીટી પર ગર્વ કરે. સાથે વૈજ્ઞાનિકો પાસેથી પ્રેરણાના લઈ શકે કે કઈ રીતે કોઈપણ ખામી પર ત્યાર પછી વધુ મહેનત કરીને તેને સારી રીતે કરી શકાય.


માથે ભસ્મ, ગળામાં રૂદ્રાક્ષ, જટાઓ ખોલી 'ભોલે બાબા' બન્યો Akshay Kumar


મહત્વનું છે કે, ઘણા લોકોને ચંદ્રયાન-3 લોન્ચ લાઈવ જોવાની ઈચ્છા હોય છે, જેના કારણે ISROએ આ માટે વ્યવસ્થા કરી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે દર્શકો SDSC-SHAR શ્રીહરિકોટા ખાતે લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચિંગના સાક્ષી બની શકે છે. રસ ધરાવનાર વ્યક્તિઓ લિંક - lvg.shar.gov.in/VSCREGISTRATIO પર નોંધણી કરાવી શકે છે.


સુરત પોલીસની આ કામગીરી માટે તાળીઓનું સન્માન પણ ઓછુ પડશે, રસ્તે ભટકતા માજીને ઘર આપ્યુ