અમદાવાદ :વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો છે. પણ, રંજનબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લીડનો રેકોર્ડ પણ તોડ્યો છે. નરેન્દ્ર મોદીને 2014માં 5,70,128 મતની લીડ મળી હતી. પણ 2019ના ઈલેક્શનમાં રંજનબેનને 5,89,177 ની લીડ મળી છે. એટલે કે, નરેન્દ્ર મોદી કરતા રંજનબેનને 19049 લીડ વધુ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે


રંજનબેનને આ ઈલેક્શનમાં 883719 મત મળ્યા છે. તો સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને માત્ર 294542 મત મળ્યાં છે. આમ, રંજનબેન 5,89,177 ની જંગી લીડથી જીત્યા છે. પણ આ પરિણામાં મહત્વની વાત એ છે કે, રંજનબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ રેકોર્ડ તોડ્યો છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાસણીની સાથે વડોદરાની બેઠક પરથી પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. બે બેઠક પરથી લડ્યા બાદ ઉમેદવારને એક બેઠક છોડવી પડે છે, તેથી વડાપ્રધાન વડોદરા બેઠક છોડી હતી અને તે બેઠક પર રંજનબેનને ટિકીટ આપવામાં આવી હતી. ભાજપે આ વખતે પણ રંજનબેનને ટિકીટ આપી હતી. ત્યારે રંજનબેન 5,89,177 ની લીડથી જીત્યા છે. આ લીડ વડાપ્રધાન મોદીની ગત લીડ કરતા 19049 વધુ છે. 


ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV