ધોરાજી : શહેરમાં વેપારી પાસેથી માલ લેનાર શખ્સ દ્વારા જ રૂપિયા ૧૫ લાખની ખંડણીની માંગ કરી અવારનવાર ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીઓને ધોરાજી પોલીસે ઝડપી પાડયા. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જમનાવડ રોડ ઉપર રહેતા અને નદી બજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશ કુમાર લવજીભાઈ સંતવાણી ભાવનાગર કરીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં વ્યાજખોરો બેખોફ: પૈસાની લેતીદેતી મુદ્દે બે લોકોનું અપહરણ કરવામાં આવ્યું


શું છે ઘટના ?
ધોરાજી શહેરમાં પાંચ પીર ની વાડી વિસ્તારમાં રહેતા અને શકિલ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા શકિલ મિર છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદી પ્રકાશ કુમાર ની પાસે થી અનાજ કરીયાણા નો માલ ખરીદતો હતો. અને ફરિયાદી તથા આરોપી એકબીજાને સારી રીતે ઓળખતા પણ હતા. થોડા દિવસ પહેલા  શકીલ મિરે ફરિયાદી પ્રકાશકુમાર સંભવાણી ને ફોન કરી રૂપિયા ૧૫ લાખની ખંડણી માગી હતી. ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવ્યું કે તારે જો ધંધો કરવો હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. સુરેન્દ્રનગરનો પી.એસ.આઇ મારા સગા છે પોલીસ મારુ કંઈ જ બગાડી શકે નહીં એવી ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


વડોદરા: ફ્રાંસ વિરોધી પોસ્ટર્સ લગાવવા બદલ ક્રાઇમબ્રાંચ દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી


કોણ કોણ છે આરોપીઓ ?
પોલીસે હાલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં મુખ્ય આરોપી તરીકે શકીલ મેર જે ધોરાજીના પાંચ પીર ની વાડી પાસે રહી શકે પ્રોવિઝન નામના વ્યાપાર ચલાવી રહ્યો હોય તેમજ એના સાગરીત તરીકે ધોરાજીના જુના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા અનીસશા અનવર શા શાહ મદાર નામના ફકીર શખ્સને ઝડપી પાડયા હતા.


ઔદ્યોગિક સલામતીના નામે મીંડુ, શ્રમીકોના મોતના મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ


શું છે આરોપી નો ઇતિહાસ ?
મુખ્ય આરોપી શકીન અગાઉ નોટ અને ધાક ધમકી ના ગુનાઓ ના ચોપડે ચડી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે જ્યારે ખંડણી માટે ફોન ચાલુ કર્યા એના છ દિવસ અગાઉ બનાવને અંજામ આપવા ઘર છોડીને જતો રહેલ એવું જાણવા મળેલ છે. વધુ આગળ તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube