ભરૂચ : ભરૂચના આમોદમાં બચ્ચો કા ઘર નામના મુસ્લિમ તાલીમ કેન્દ્રમાં 13 વર્ષની બાળકી સાથે મૌલવીએ  દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આ મામલામાં મૌલવીએ તો સગીરાનું જીવન બગાડી નાખ્યું છે પણ સગીરાના માતા-પિતાએ ગજબનાક હિંમત દાખવીને મૌલવી વિરૂદ્ધ આમોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે મૌલવીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ: અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાતે જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર


આ ઘટનાની વિગતો જોઈએ તો આમોદના ચાર-રસ્તા પાસે બચ્ચો કા ઘર નામની મદરેસા આવેલી છે. મદરેસામાં 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. મૌલવીએ ત્યાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરાને તારી મમ્મીનો કોલ આવ્યો છે તેમ જણાવી દુકાનમાં બોલાવી અવાર -નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ ડરી ગયેલી સગીરા મદરેસામાં નહિં રહેવાનું માતા -પિતાને કહેતાં તેઓ તેને ઘરે લઈ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ તેને પૂછતાં તેણે મદરેસાના મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા અવાર-નવાર તેને ફોનના બહાને બોલાવીને દુષ્કર્મ આચરતો હોવાનું ચિઠ્ઠીમાં લખીને જણાવ્યું હતું. આ મામલામાં સગીરાના માતા-પિતાએ હિંમત દાખવીને આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે મૌલાનાની ધરપકડ કરી હતી.


ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી! જામનગરમાં ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા સામે


નોંધનીય છે કે ગુજરાત રાજ્ય છોકરીઓ અને મહિલાઓ માટે સુરક્ષિત હોવાના દાવા કરવામાં આવ્યા છે પરંતુ હાલમાં બળાત્કારના જે આંકડા સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે. આ આંકડા પ્રમાણે પહેલી જાન્યુઆરી, 2018થી લઈને બે વર્ષમાં ગુજરાતમાં રોજના બળાત્કારના ચાર કેસ નોંધાયા હતા. રાજ્ય સરકારે જણાવ્યું કે, 2,723 રેપ કેસમાંથી 1,763 કેસમાં પીડિતાની ઉંમર 6 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની છે. નાની બાળકીઓ પર રેપ થવાના સૌથી વધારે કિસ્સા સુરતમાં સામે આવ્યા છે, જ્યાં પાંચ વર્ષ કરતાં નાની ઉંમરની બાળકી પર રેપ કરવાના 13 કેસ છે. જે બાદ અમદાવાદ શહેર બીજા ક્રમે છે. અમદાવાદ ગ્રામીણ, રાજકોટ ગ્રામીણ તેમજ ભરૂચમાં 5 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ પર રેપ થયો હોય તેવા ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube