ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી! જામનગરમાં ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા સામે


હાલ દેશભરમાં કોરોના વાયરસનો ડર છે. અત્યાર સુધી દેશમાં કુલ 59 કેસો સામે આવ્યા છે. 

ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી! જામનગરમાં ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા સામે

મુસ્તાક દલ/જામનગરઃ દેશભરમાં હાલ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં કુલ 59 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેરલમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તો હવે ગુજરાતના જામનગરમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ ત્રણેય દર્દીઓના બ્લડ સેમ્પલ હાલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 

જામનગરમાં કોરોનાના ત્રણ શંકાસ્પદ કેસ
જામનગર જિલ્લાના લાલપુરની એક 13 વર્ષીય બાળકીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. તે દુબઈથી પરિવાર સાથે લાલપુર આવી હતી. હાલ બાળકીના બ્લડ સેમ્પલને ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

તો અન્ય એક 21 વર્ષીય યુવતીમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. અન્ય એક 30 વર્ષીય યુવાનમાં પણ કોરોના વાયરસના લક્ષ્ણો જોવા મળ્યા છે. આ લોકો દુબઈ અને મસ્તકથી જામનગર આવેલા હતા. આ તમામ લોકોના બ્લડ સેમ્પલને ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news