અજય શિલુ, છોટાઉદેપુર : હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની છે જેમાં પોરબંદરથી નીકળેલી ચાલુ બસમાં 30 વર્ષીય પરપ્રાંતિય મહિલા સાથે દુષ્કર્મ ઘટના સામે આવી છે. આ મામલામાં આરોપી તરીકે બસચાલક સામે ફરિયાદ થઈ છે. આ મહિલાએ પોરબંદર પોલીસને ફોન કરીને મદદ માંગી છે. આ મામલામાં તમામ બસો ચેક કરીને રાણાવાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે રાણાકંડોરણા નજીકથી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ રાણાવાવ પોલીસ ઝીરો નંબર ફરિયાદની પ્રક્રિયા હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ્તાની બાબતને લઇને આપ્યો ઘટનાને કરુણ અંજામ, ભાઇએ ભાઇની કરી હત્યા


ફરિયાદી મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું કે છોટાઉદેપુર નજીક એક હોટલમાં નાસ્તા પાણી માટે મુસાફરો ઉતર્યા હતા. આ દરમિયાન બસના ડ્રાઇવરે મહિલાને બસની છત પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારી મહિલા નશાની હાલતમાં હતી. આ મહિલાને ભાન આવ્યું ત્યારે તે પોરબંદર હતી અને અહીં તેણે પોલીસની મદદ માંગી અને રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


સુરત: ખરા અર્થમાં માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ છે ગુલાબસિંગ, જાણો કારણ


રાણાવાવ પોલીસે રાણાકંડોરણા નજીકથી જ બસ રોકાવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમને બસ સહિત રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...