સુરત: ખરા અર્થમાં માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ છે ગુલાબસિંગ, જાણો કારણ

દેશના રાજનેતાઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા દેશમાં ધર્મ અને જાતિનું રાજકારણ કરતા હોય છે. પરંતુ આ દેશનું સામાન્ય નાગરિક હંમેશા ધર્મ અને જાતિને બદલે માનવતાને મહત્વ આપે છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જે ખરા અર્થમાં માનવતાને જીવતું જાગતું ઉદાહરણ છે અને એટલા માટે કે પોતાનો જીવ જોખમમાં મૂકીને એક નાના બાળકનો જીવ બચાવવામાં આવે છે. દેશમાં એકબાજુ એક નેતા દેશવાસીઓને 15 કરોડ બનામ 100 કરોડને ધમકી આપી રહ્યો છે. ત્યારે સુરતની એક ઘટના ભારતની વાસ્તવિક આત્માને દર્શાવે છે.
સુરત: ખરા અર્થમાં માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ છે ગુલાબસિંગ, જાણો કારણ

સુરત, તેજશ મોદી: દેશના રાજનેતાઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા દેશમાં ધર્મ અને જાતિનું રાજકારણ કરતા હોય છે. પરંતુ આ દેશનું સામાન્ય નાગરિક હંમેશા ધર્મ અને જાતિને બદલે માનવતાને મહત્વ આપે છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જે ખરા અર્થમાં માનવતાને જીવતું જાગતું ઉદાહરણ છે અને એટલા માટે કે પોતાનો જીવ જોખમમાં મૂકીને એક નાના બાળકનો જીવ બચાવવામાં આવે છે. દેશમાં એકબાજુ એક નેતા દેશવાસીઓને 15 કરોડ બનામ 100 કરોડને ધમકી આપી રહ્યો છે. ત્યારે સુરતની એક ઘટના ભારતની વાસ્તવિક આત્માને દર્શાવે છે.

સુરતનાં નાણાવટ પંડાળની પોળ ખાતે આવેલ 45 ફુટ ઊંડા કૂવામાં જ્યારે આઠ વર્ષીય મોહમદ અબ્દુલ પડ્યો ત્યારે અલ્લાના ફરિશ્તા બની ગુલાબ સિંગ નામનો મજુર આવી પહોંચ્યો અને માત્ર 45 ફૂટ કૂવામાં થઈ અબ્દુલને પોતાના ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યો હતો. ગુલાબસિંગની સમય સુચકતાના કારણે આજે અબ્દુલ હેમખેમ બચી ગયો છે.

આજે હિંદુઓનો પવિત્ર એવો મહાશિવરાત્રીનો દિવસ હતો, મંદિરોમાં પુંજા ચાલી રહી હતી તો બીજી તરફ શુક્રવારનો પાક દિવસ પણ હતો. સાંજના સમયે અઝાનના આવાજ વચ્ચે લોકોની નજર જુના કુવા ઉપર હતી. નાણાવાટના પંડાલની પોળમાં એક જૂનું મકાન તોડવામાં આવી રહ્યું હતું, જેમાં 24 ફૂટનો કૂવો આવ્યો હતો. શુક્રવારે સાંજના સમયે અચાનક એક બાળકનો જોરજોરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો, કારણ કે આ કૂવામાં આઠ વર્ષીય મોહમદ અબ્દુલ રમતા રમતા પડી ગયો હતો. ત્યાં હાજર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને નજર એક વ્યક્તિ ઉપર હતી કે જેને કોઈ ઓળખતું પણ ન હતુ. 

લોકોને વિશ્વાસ થઈ ગયો હતો કે અબ્દુલ ને આ શખ્સ બચાવી લેશે. આ શખ્સ પોતાની જાન ની પરવાહ કર્યા વગર અબ્દુલને બચાવવા માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી ગયો હતો. સુરતના હિન્દૂ - મુસ્લિમના એકતાવાળા વિસ્તારના આ જૂનો કૂવો 45 ફૂટની લંબાઈ અને આશરે બે ફૂટ પહોળોનો છે. કહેવાય છે કે જાકો રાખે સાંઈયાં માર શકે ન કોય. મોહમ્મદ અબ્દુલ ને બચાવવા માટે ઈશ્વરે ગુલાબ સિંહ નામના શખ્સને ત્યાં મોકલી આપ્યો હતો. 

ગુલાબસિંહ એ કશું વિચાર્યા વગર બાળકને બચાવવા માટે કૂવામાં ઊતરી ગયો હતો ગુલાબ મકાન તોડવાનું મજૂરીકામ કરે છે અને જ્યારે મોહમ્મદ અબ્દુલ પોતાના બોલ સાથે રમતા રમતા એક ડીમોલેશન થયેલા મકાન પાસે પહોંચી ગયો હતો અને બોલ લેવા માટે તે જુના કુવામાં પડી ગયો હતો. ત્યારે ત્યાં એક બાળકે તેને જોઈ લીધો હતો તેને રડતા જોઇ ગુલાબ સિંહ આ અંગે કારણ પૂછ્યુ અને જ્યારે ગુલાબ સિંહને ખબર પડી કે કૂવામાં એક બાળક પડી ગયું છે. ત્યારે તેણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કૂવામાં ઉતરી જઈ બાળકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. 

દરમિયાન સ્થાનિક લોકોએ ફાયર વિભાગને પણ જાણ કરી દીધી હતી. એક અજાણ્યો શખ્સ જે પોતાના જીવની પણ પરવા કર્યા વગર કૂવામાં ઉતરે છે અને મોહમ્મદ અબ્દુલને બચાવવા માટે તેને પોતાના ખભા પર બેસાડી કુવામાંથી કાઢી ઉપર આવી રહ્યો હતો. જ્યારે 10 ફૂટ ની દુરી રહી ગઈ હતી તે દરમિયાન ફાયર વિભાગના જવાનો પણ ઘટનાસ્થળે આવી ગયા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા.

પોતાના જીવની પરવા કર્યા વગર બાળકને બચાવવા માટે ગુલાબ સિંહ એવા કૂવામાં ઊતરી ગયો હતો જેની બહારથી પહોળાઈ માત્ર દોઢ ફૂટ જેટલી હતી અને કૂવામાં ઓક્સિજનની માત્રા પણ ઓછી હતી તેમ છતાં તેના મગજમાં માત્ર બાળકને બચાવવાનોજ વિચાર ચાલી રહ્યો હતો. સમગ્ર ઘટના અંગે ગુલાબસિંહ નું કહેવું હતું કે પોતે યુપી નો રહેવાસી છે અને ત્યાં અનેક વખત કૂવામાં ઉતરવાનું થયું છે પરંતુ આ અજાણ્યા કુવા મા પડેલો બાળક સતત તેને બચાવવા માટેનું મનોમંથન મારા મગજમાં ચાલી રહ્યું હતું. 

જો જરા પણ મોડું થયું હોત તો બાળક ને કશું પણ થઈ શક્યું હોત મારો પરિવાર છે અને બાળકોનું સુખ શું છે તે હું જાણું છું અને તેથી જ હું જીવની પરવા કર્યા વગર ૪૫ ફૂટ ઊંડા કૂવામાં ઉતરી ગયો હતો. જ્યારે મેં બાળકને મારા ખભા ઉપર બેસાડી ઉપર જવાની શરૂઆત કરી ત્યારે કૂવામાં રહેલા ગેસની અસર મને થઈ રહી હતી. પરંતુ મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હું બાળકને બહાર નહીં કરું ત્યાં સુધી પ્રયાસ કરીશ. રામ રાખે તેને કોણ ચાખે બસ તેજ વાત અહીં સાબિત થઈ છે. બહાર નીકળ્યા પછી મને અબ્દુલને જોઈ મારા બાળકો યાદ આવી ગયા હતા અને આંખ ભીની થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના નજરે જોનાર સરફરાજનું કહેવું છે કે ગુલાબ ખરેખર ઉમદા કામ કર્યું છે પોતાના જીવની પરવા કર્યા વગર એક માસૂમ બાળકને બચાવવા માટે તેઓ અંધારા કૂવામાં ઉતરી ગયા હતા અને બાળકને હેમખેમ બહાર લઈ આવ્યા હતા. આવી હિંમત દરેકમાં હોતી નથી તેથી અમે તો ગુલાબસિંહને અલ્લાહનો ફરિસ્તા જ માણી રહ્યા છે.સુરતની આ ઘટનાએ દેશના એ નેતાઓને જડબાતોડ જવાબ આપ્યો છે જે પોતાની રાજનીતિ ચમકાવવા માટે દેશના લોકો વચ્ચે સાંપ્રદાયિક ઝેર ફેલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વાસ્તવિક ભારત કેવુ છે એ સુરતની આ ઘટનાથી ફરી એક વખત સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news