પ્રેમલ ત્રિવેદી/પાટણ :બનાસકાંઠાના જાખેલ ગામમાં બીમારીથી પીડાતી સગીરાને તેના પરિવારજનો રાધનપુરના સરદારપુરા ગામે બની બેઠેલા તાંત્રિક ભુવા પાસે સારવાર માટે લાવ્યા હતા. જેની મજબૂરીનો લાભ ઉઠાવી લંપટ તાંત્રિક ભુવાએ ટાળો કરવાના બહાને સગીરા પર નજર બગાડી હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.


કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેકનોલોજી તરફ આગળ વધી રહેલ ભારતીય સમાજ હજી પણ અંધશ્રદ્ધામાં રચ્યોપચ્યો છે. તાંત્રિક લંપટો ધર્મના નામે ધતિંગ કરી લોકોને શિકાર બનાવી રહ્યાં છે ત્યારે આવો જ એક કિસ્સો રાધનપુરના સરદારપુરા ગામે પ્રકાશમાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા ખાતે રહેતા પરિવારમાંથી ભોગ બનનાર સગીરાની માતા દર રવિવારે રાધનપુરના સરદારપુરા ગામ ખાતે આવેલ મેલડી માતાના મંદિરે રવિવાર ભરવા આવતી હતી. ત્યારે રવિવાર ભરવાનું કારણ હતું કે, પોતાની બીમાર રહેતી દીકરીનું સ્વસ્થ સુધરે તેમાટે ચારથી પાંચ માસથી રવિવાર ભરતી હતી. પરંતુ દીકરીના સ્વસ્થમાં સુધારો ન આવતા આ બાબતની જાણ મંદિરમાં બની બેઠેલ લંપટ તાંત્રિકને કરી હતી. ત્યારે આ બાબતે તાંત્રિકે ભોગ બનનાર દીકરી પર કોઈએ મેલુ કર્યું હોવાનું જણાવ્યું હતુ અને તમારી દીકરીને સ્વસ્થ કરવા માટે વિધિ કરવી પડશે, નહિ તો ત્રણ દિવસમાં મરી જશે. તેવું કહી પરિવારજનોને બોલાવ્યા હતા અને વિધિ કરવાના બહાને ટાળો કરવો પડે તેમ કહી પરિવારજનોને બહાર મોકલી દીધી હતી અને પોતાની સાથે લાવેલું વાહન ચાલુ રાખવા કહ્યું હતું અને વાહનમાંથી નીચે ઉતરતા નહિ અને પાછળ વળીને જોતા પણ નહીં તેમ કહી પરિવારને આશ્રમના વાડા બહાર મોકલ્યા અને લંપટ ભુવાએ સ્મશાન પાછળ બનાવેલ નાની ઓરડીમાં સગીરાને લઈ ગયો હતો. જેના બાદ ભુવાએ સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ભુવો જ્યારે સગીરાનું દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે તેનો લંપટ સાગરીત પણ ત્યાં ચોકીદારી કરતો હતો.


હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી


જ્યારે વાહન ચાલુ રાખીને બહાર ઉભેલા ડ્રાઈવરને આ તમામ ગતિવિધી પર શંકા ગઈ હતી. તેથી તેણે પાછળ સ્મશાનના ભાગેથી જોયું તો માલૂમ પડ્યું કે, સગીરા સાથે દુષ્કર્મ થઈ રહ્યું હતું અને સગીરા ચીસાચીસ કરતી હતી. જોકે, ડ્રાઈવર લંપટ તાંત્રિક સુધી પહોંચે તે પહેલાં માસુમ સગીરા પીંખાઈ ગઈ હતી અને ભુવો તથા તેનો સાગરીત ફરાર થઈ ગયા હતા. ત્યારે કાંઈક અજુકતું લાગતા પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. દીકરીને અર્ધ બેભાન હાલતમાં પરિવારે રાધનપુર ખાતે સારવાર માટે ખસેડી હતી. જેના બાદ પોલીસ કાર્યવાહી કરી હતી.


સમગ્ર ઘટના મામલે પરિવારજનો પીડિત સગીરાને લઈ રાધનપુર પોલીસ મથકે આવ્યા હતા. ઘટના અંગે પરિવારજનોએ સઘળી વિગતો પોલીસને જણાવી હતી. ફરાર લંપટ તાંત્રિક ભરતભારતી ગોસ્વામી અને તેના સાગરીત વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 


ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી સમાજમાં અંધશ્રદ્ધા રહેશે ત્યાર સુધી આવા લંપટ તાંત્રિકો લોકોને શિકાર બનાવતા રહેશે. ત્યારે આ કિસ્સો લોકો માટે લાલબત્તી સમાન છે. માટે હવે ગુજરાતમાં માતાપિતાને સાવધાન રહેવાની જરૂર છે, જેથી કોઈ અન્ય દીકરીઓ આવી રીતે પીંખાય નહિ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...