પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દિવ્યાંગ બાળા પર શિક્ષકોએ આચર્યું દુષ્કર્મ
કુમ્ભારીયા વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળાનું ચાલે છે. આ જ શાળામાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળકી પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે. જો કે હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે. આ સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ગત માસે બની હોવાનું સામે આવ્યું છે. બે નરાધમ શિક્ષકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા બાળકીએ આ અંગેની જાણ પોતાનાં વાલીને કરી હતી.
અંબાજી: કુમ્ભારીયા વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળાનું ચાલે છે. આ જ શાળામાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળકી પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે. જો કે હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે. આ સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ગત માસે બની હોવાનું સામે આવ્યું છે. બે નરાધમ શિક્ષકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા બાળકીએ આ અંગેની જાણ પોતાનાં વાલીને કરી હતી.
કચ્છ : મહાની અસરને પગલે દયાપરમાં ગાજવીજ સાથે વરસાદની 2ઇંચની તોફાની ઇનિંગ
રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોની સ્થિતી, બંન્ને ટીમોએ પાડ્યો પરસેવો
જો કે દિવાળી વેકેશન ટૂંક સમયમાં પૂર્ણ થવાનું હોવાથી આ બાળકીને ફરી શાળાએ જવા માટે કહેવામાં આવતા બાળકી ગભરાઇ ગઇ હતી. બાળકી ગભરાઇ જતા માતા-પિતાએ પુછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાંઆવી હતી. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જો કે અંબાજી પોલીસે બે શિક્ષકો જ્યંતીભાઈ વીરચંદ ઠાકોર તથા ચમનલાલ મૂળાજી ઠાકોર ઉપર બળાત્કાર સહીત પોસ્કો એક્ટ હેડળ ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે. જોકે આ બંને આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે.