કચ્છ : મહાની અસરને પગલે દયાપરમાં ગાજવીજ સાથે વરસાદની 2ઇંચની તોફાની ઇનિંગ
મહા વાવાઝોડુ જો કે ગુજરાત કિનારે ટકરાશે તે અગાઉ તે નબળું પડી જવાનું છે પરંતુ તે વાવાઝોડા સ્વરૂપે જ ટકરાશે
Trending Photos
દયાપર : મગા વાવાઝોડાને કારણે કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે કચ્છના સરહદી વિસ્તાર દયાપરમાં વરસાદ ખાબક્યોહ તો. લખપતનાં દોલતપર, વિરાણી, ઘડુલી સહિતનાં વિસ્તારોમાં જાણે ચોમાસુ હોય તેમ ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડુ ગુજરાતના કિનારે પહોંચતા પહોચતા નબળું પડી જવાનું છે. જો કે નબળવું પડવા છતા તે ગુજરાતનાં કિનારે વાવાઝોડા સ્વરૂપે જ ટકરાશે. તેની અસર જરૂર ઓછી હશે.
વડોદરા : દંડથી બચવા ચાલકે પૂરઝડપે બાઈક હંકારી, તો ટ્રાફિક જવાન 25 ફૂટ સુધી ઘસડાયા
ભુજ હવામાન કચેરી તરફથી મળતી માહિતી અનુસાર દીવ-પોરબંદર વચ્ચે ત્રાટકશે. ત્યારે તેની અસર રૂપે કચ્છમાં પણ 50-60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના વચ્ચે બુધ અને ગુરૂવારે હજી પણ વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા દ્વારા કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. 24 કલાક આ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે