હિમાંશું ભટ્ટ/મોરબી: એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં મોરબીમાં બ્યુટીપાર્લર ધરાવતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને બેભાન હાલતમાં તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે, મહિલા સાથે કેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે તપાસનો વિષય હોવાથી પોલીસે મહિલાની ફરિયાદ લઈને હાલમા વકીલ પુત્ર અને તેના જમાઇ સહીત ચાર આરોપીઓને પકડયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટીની પરીક્ષામાં થઈ ગઈ મોટી ભૂલ, ઢગલાબંધ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની રહી ગઈ


મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે અને તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઓફિસ ધરાવતા એડવોકેટ પુત્ર યશ વિશ્વાસ દેસાઈ જાતે વાણીયા કે જેના કોઇ સગાને ત્યાં ભોગ બનેલ મહીલા કોઇ પ્રસંગમાં બ્યુટીપાર્લરના કામ માટે ગયેલ તે યશ દેસાઇએ ફરિયાદી મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી. 


તડકામાંથી છાયામાં જતા જ કેમ આંખો સામે આવે છે અંધારું? જાણો રોચક કારણ


ત્યારે ત્યાં તેણીને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું. જેથી કરીને ભોગ બનેલ પરણીતા બેભાન બની ગઈ હતી. ત્યારબાદ તે રાતે જ્યારે થોડી ભાનમાં આવી હતી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ કે જેની ઓફીસમાં ઘટના બની તે ઓફિસમાં નગ્ન હાલતમાં હતો. તેમજ ફરિયાદીએ જે કપડા પહેર્યા હતા તે બદલાઈ ગયા હતા. જેથી કરીને તે મહિલાએ તાત્કાલિક પોતાના પતિને ફોન કર્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનો ત્યાં શોપિંગ સેન્ટરે આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી એ ડીવીજન પોલીસ ત્યાં આવી હતી અને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે. 


TET-1 પરીક્ષાના પરિણામથી બહુ હરખાવા જેવુ નથી, આ માહિતી શિક્ષકોને ટેન્શનમાં મૂકી દેશે


હાલમાં પોલીસે મહિલાના મેડિકલ ટેસ્ટ કરાવવાની તેમજ આરોપીઓના મેડીકલ પુરાવા લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે અને એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ ગુનામાં આરોપી ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (25) રહે.ખત્રીવાડ પાસે ઝુલતા પુલ નજીક, યશ વિશ્વાસભાઈ દેસાઈ (20) રહે.ઓમ શાંતિપાર્ક છાત્રાલય રોડ આશાપાર્ક પાસે, અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી જાતે પટેલ (20) રહે ઓમશાંતિ પાર્ક છાત્રાલય રોડ મોરબી અને રવિ દિલીપભાઈ ચૌહાણ જાતે લુહાર (21) રહે.આનંદધામ રેસીડેન્સી ગ્રીનસિટી ફ્લેટ ક્રિષ્ના સાગર તળાવ પાસે બોટાદ હાલ રહે. મોરબી ઓમશાંતિ પાર્ક છાત્રાલય રોડની ધરપકડ કરેલ છે. 


કેનેડાની આ ફેમસ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે ગુજરાતી યુવકોના મોત, 15 દિવસમાં બીજું મોત


વધુમાં મળતી માહિતી મુજબ રવિ દિલીપ ચૌહાણ મૂળ બોટાદનો છે અને તે યસ દેસાઈના બનેવી થાય છે અને મહિલાને ક્યુ નશા યુક્ત પીણું પીવડાવવામાં આવ્યું હતું તેની તપાસ કરવા માટે થઈને ઘટના સ્થળેથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ગ્લાસ વિગેરે કબ્જામાં લેવામાં આવેલ છે અને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. 


આ AI Photo Editor Apps મચાવી રહી છે ધૂમ, સામાન્ય ફોટોને બનાવે છે Extraordinary


હાલ દુષ્કર્મના આ કેસમાં પોલીસ દ્વારા વકીલ વિશ્વાસ દેસાઇના પુત્ર યશ દેસાઈ અને તેના જમાઈ રવિ દિલીપ ચૌહાણ સહિતના ચારેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને ચારેયની રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવા આગળની તજવીજ હાથ ધરી છે. જોકે છેલ્લા દિવસોથી એક પછી એક મોરબીમાં દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવી રહી છે તે સભ્ય સમાજ માટે ચિંતાજનક છે તેવું કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. 


Karnataka: કોંગ્રેસે CM ને લઇને તૈયાર કર્યો ખાસ ફોર્મૂલા, જાણો કોણ બનશે મુખ્યમંત્રી