ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતથી આવતા લોકોનું અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ વે પર ચેકિંગ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી 360 રેપિડ ટેસ્ટમાં 18 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ લોકોને અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરવામા આવે છે. સુરત પાછા જનારા લોકોને સુરત કોર્પોરેશન દ્વારા ક્વોરેન્ટાઈન અથવા દાખલ કરવાની વ્યવસ્થા કરવામા આવશે. કોરોનાના રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામા આવી રહ્યું છે. અમદાવાદ શહેરમા પ્રવેશ થતા દરેક રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં ફરીથી કોરોના ના ફેલાય તે માટે કાર્યવાહી મજબૂત બનાવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોકે, હવે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. જે તંત્ર માટે રાહતના સમાચાર તો છે જ, પરંતુ અમદાવાદ સુરત આવનજાવન કરનારા લોકોને કારણે સંક્રમણ ફરી ન વધે તે માટે એએમસી તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ સુરત અવરજવર કરતા લોકોને ચેકિંગ પોઈન્ટ પર જ તપાસવામાં આવી રહ્યાં છે. સુરત અને અમદાવાદ રોજ અનેક લોકો ધંધાર્થે આવનજાવન કરતા હોય છે, આવા લોકો સુપરસ્પ્રેડર ન બને તે માટે ચેકિંગ પોઈન્ટ પર રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 


અમદાવાદમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા અને તેના કારણે મોતનાં આંકમાં ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ એક માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર તેમજ 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર