મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. ટીમે અત્યાર સુધી 10 મેચમાં 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે છે. પરંતુ હાલ આ સમાચાર નથી. અહેવાલ છે કે ગુજરાતની વાત કરતા હોય અને તેમાં ગરબા ના હોય તો બધું અધૂરું છે. વિદેશી ખેલાડીઓને પણ ગુજરાતી વાનગીઓથી માંડીને ગુજરાતી બોલી, અને ખાસ કરીને ગરબાની જબરી તાલાવેલી લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં ગુજરાતી ખેલાડી સહિત વિદેશી ખેલાડીઓ ગરબાની રમઝટ બોલાવતા હોય તેવું પ્રતિત થાય છે.



આમ તો આ વીડિયો આજનો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો ગુજરાત ટાઈટન્સનો આ વીડિયો ગુજરાત ફાઉન્ડેશન ડેના દિવસનો છે. ગુજરાતના સ્થાપના દિવસે અનોખી રીતે ગુજરાત ટાઈટન્સની ટીમે ઉજવણી કરી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પાંડ્યા અને વાઈસકેપ્ટન રાશિદ ખાન ગુજરાતી પોશાકમાં જોવા મળ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, આજે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરની ગુજરાત ટાઈટન્સ અને છેલ્લા નંબરે રહેલી મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આમ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે કંઈ ખોવાનું બચ્યું નથી. પરંતુ ગુજરાત ટાઈટન્સ આજની મેચ જીતી જશે તો પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સને ગત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ પોતાનું સમ્માન બચાવવા માટે જીતવાની કોશિશ કરશે.