અમદાવાદ: આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો છે જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદી વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેના બાદ જગતના નાથ નગરચર્યાંએ નીકળ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રા લાઈવ અપડેટ્સ...


  • ભગવાન જગન્નાથના રથ સરપુર પહોંચતાની સાથે જ ભક્તોએ ભાવથી ભગવાનનું સ્વાગત કર્યું હતું. ત્યારે સરસપુર પહોંચતાની સાથે જાણે વરૂણદેવે પણ અમી છાંટણા વરસાવીને ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું હતું.

  • બપોરે ભગવાનનો રથ સરસપુર પહોંચ્યો. સરસપુરવાસીઓએ ભારે ઉમળકાથી ભગવાનના રથનુ સ્વાગત કર્યું. બપોરે રથયાત્રાના રુટમાં આવતા અનેક વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. 

  • આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ઢોલ-નગારા સાથે ભગવાનના સજાવટની તમામ વસ્તુઓ કાનજીભાઈના ઘરેથી લાવવામાં આવી હતી. આ સમયે મામેરુ કરનાર પરિવાર તથા તેમના સંંબંધીઓમાં હરખ સમાતો ન હતો. 

  • ભગવાનનું મામેરું તેમાં ભગવાનને હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીંછીંયા વગેરે ઘરેણા, તેમજ સુભદ્રાજી માટે સાડી, બુટ્ટી, વીંટી, ઝાંઝર સહિત પાર્વતી શણગારનો સમાવેશ થાય છે. આ મામેરા માટે ભગવાનનાં વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલ બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પીછવાઇ, પાથરણુ, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજારના વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યાં છે. 

  • ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...