કોરોનાને કારણે આજે અત્યંત સાદગીથી નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા
ભગવાન જગન્નાથ ની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદગી સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ ભુદરપુરાના આરે જળયાત્રા નીકળશે. જળયાત્રા માટે માત્ર થોડી સજાવટ કરવામાં આવી છે અને આરા પર પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીના નીર કળશમાં લઈ જઈ ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે. જોકે જે રીતે દરવર્ષે ધામધૂમ અને ઢોલનગારા, બળદ ગાડા વગરે સામેલ થાય છે, તેવુ આ આજે કંઈ જ જોવા નહિ મળે. માત્ર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતની હાજરી રહેશે.
આશ્કા જાની/અમદાવાદ :ભગવાન જગન્નાથ ની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદગી સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ ભુદરપુરાના આરે જળયાત્રા નીકળશે. જળયાત્રા માટે માત્ર થોડી સજાવટ કરવામાં આવી છે અને આરા પર પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીના નીર કળશમાં લઈ જઈ ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે. જોકે જે રીતે દરવર્ષે ધામધૂમ અને ઢોલનગારા, બળદ ગાડા વગરે સામેલ થાય છે, તેવુ આ આજે કંઈ જ જોવા નહિ મળે. માત્ર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતની હાજરી રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર