હરે રામ, હરે કૃષ્ણના નાદ સાથે વડોદરાના ઇસ્કોન મંદિર પરિસરમાં રથયાત્રા સંપન્ન
વડોદરા ના મેયર ડો જીગીશા બેન શેઠ, સાંસદ રંજનબેન દ્વારા પહિંદ વિધિ બાદ રથ યાત્રાને પ્રસ્થાન કરાવવમાં આવી હતી.
રવિ અગ્રવાલ/વડોદરાઃ કોરોના વાયરસ સંક્રમણને કારણે આજે રાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નિકળી હતી. ત્યારે વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી. હરે રામા... હરે કૃષ્ણના નાદ સાથે મંદિરના સંતો અને થોડા શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વડોદરાના મેયરે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાન જગ્નાથજીનીની નગરયાત્રા યોજાય નથી જોકે મંદિર પ્રસાશન દ્વારા રથયાત્રા મંદિરના પરિસરમાં ગણ્યાગાંઠયા ભક્તોની હાજરીમાં યોજવામાં આવી હતી. ભગવાન રથમાં બિરજમાન થયા પછી આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભક્તો દ્વારા હરે રામ હરે ક્રિષ્ણાના સૂર સંગીત સાથે ભક્તો ભાવ વિભોર બન્યા હતા.
વડોદરાના મેયર ડો.જીગીશા બેન શેઠ, સાંસદ રંજનબેન દ્વારા પહિંદ વિધિ બાદ રથ યાત્રાને પ્રસ્થાન કરાવવમાં આવી હતી. ૨૧ ફૂટ ઊંચા રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈ મંદિરના પટાંગણમાં ફર્યા હતા. વડોદરા શહેર પોલીસે કોરોના મહામારીના પગલે શહેરમાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપી નહતી. વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 38 વર્ષથી આ રથયાત્રા કાઢવામાં આવે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube