• સ્ત્રીઓના ટૂંકા કપડા અને ફાટેલી જિન્સ પરથી તેમના સંસ્કારો માપવાની પરંપરા આપણા દેશમાં છે

  • રિવાબાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવી ગયું છે

  • એકે કહ્યું કે, તમારી વાત 100 ટકા સાચી છે. પરંતુ તેને કેટલા લોકો ફોલો કરે છે તે જોવું બહુ જ જરૂરી છે


ઝી મીડિયા/બ્યૂરો :સ્ત્રીઓના ટૂંકા કપડા અને ફાટેલી જિન્સ પરથી તેમના સંસ્કારો માપવાની પરંપરા આપણા દેશમાં છે. પરંતુ પુરુષોના સંસ્કારોની વાત પણ કોઈ કરતુ નથી. દેશમાં પુરુષોને રાજાની જેમ રહેવાની છૂટ છે, અને સ્ત્રીઓને દાસીની જેમ રાખવામા આવે છે. ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા (rivaba jadeja) જામનગરનાં મોટી લાખાણી ગામમાં બહેનોને રાજ્ય સરકારની જાહેરાતોની માહિતી આપવા ગયા હતા ત્યારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રીવાબા જાડેજાએ દિકરીને ભણતર અને દિકરાને સાવરણી આપીએ એ બંને સરખુ છે તેવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું હતું કે, દીકરીઓના હાથમાંથી સાવરણો છોડીને તેમને શાળાએ મોકલવી જોઈએ અને દીકરાઓ 50 ટકા ઘરનું કામ કરશે તો નાના નહીં થઈ જાય... ઝી 24 કલાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિવાબાના આ નિવેદન પર લોકોનો અભિપ્રાય જાણ્યો હતો. તો તેમાં કેટલાક લોકો મહિલા શક્તિ અને રિવાબાની તરફેણમાં બોલ્યા છે. તો અનેક લોકોએ રિવાબાના આ નિવેદનને વખોડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રિવાબાની વાતમાં દમ છે હોં..... મહિલાઓએ કહ્યું-અમે કરી શકીએ છીએ તો પુરુષો કેમ નહિ...


મોટાભાગના લોકો રિવાબાના સમર્થનમાં
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા (ravindra jadeja) નાં પત્ની રિવાબાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવી ગયું છે. કોઈ તરફેણમાં તો કોઈ વિરોધમાં બોલી રહ્યા છે. પંરતુ મોટાભાગના લોકો રિવાબાના તરફેણમાં આવ્યા છે. ખાસ કરીને યુવકો પણ રિવાબાના સમર્થનમાં કહી રહ્યાં છે કે, પત્નીને મદદ કરવામાં કંઈ ખોટું નથી. એક જણાએ કહ્યું કે, પોતાના ઘરમાં કામ કરવામાં કંઈ ખોટું નથી. રોજ રોજ ક્યાં કરવાનું છે જ્યારે ઘરે ફ્રી હોઈએ ત્યારે મદદ કરવામાં શું વાંધો હોઈ શકે ?? તો અન્ય એકે કહ્યું કે, તમારી વાત 100 ટકા સાચી છે રિવાબા. પરંતુ તેને કેટલા લોકો ફોલો કરે છે તે જોવું બહુ જ જરૂરી છે. 








શું હતું રિવાબાનું સ્ટેટમેન્ટ 
રીવાબા જાડેજાએ કહ્યું હતું કે, માત્ર 30 સેકન્ડનો વિડીયો વાયરલ કરીને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વિડીયો દોઢ કલાકનો છે. જેમાં ગામડામાં મહિલાઓની સ્થિતી ખરાબ હોવાથી હું અને મારી સામાજીક સંસ્થા દ્વારા આવા મુદ્દા પર લડત ચલાવી રહ્યા છીંએ. સરકારની મહિલાઓ લક્ષી યોજનાઓ વિષે માહિતી આપી રહ્યા છીંએ. જેમાં ઉદ્દેશ એ હતો કે, દિકરીને આપણે સંસ્કારોથી અવગત કરીએ છીંએ તેવી રીતે દિકરાઓને પણ ઉછેર નાનપણ થી જ એવો કરીએ કે મહિલાનું સન્માન કરે. સાથે જ રવિન્દ્રસિંહ જાડેજાની ચાનાં વખણા કર્યા હતા અને રવિન્દ્રસિંહ જાડેજાએ જ ચાનો ટેસ્ટ કેવો હોવો જોઇએ તે શિખવ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. અમુક સામાજીક સંસ્થાઓ ક્ષત્રિય પુરૂષોનાં હાથમાં તલવાર અને બંદુકો શોભે તેવા નિવેદનો આપ્યા છેતેને પણ વખોડ્યું હતું અને તલવારો અને બંદુકો સરહદ પર સુરવિરતા વખતે શોભે તેવું કહ્યું હતું.


આ પણ વાંચો : મહિલાઓએ પુરુષોને ચેલેન્જ ફેંકી, રૂઢિચુસ્ત પરંપરામાંથી બહાર નીકળીને મેદાનમાં આવો તો ખરું યુદ્ધ થાય


યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં