IND VS AUS World Cup Final Match : ભારત વર્લ્ડ કપથી સાવ નજીક છે. રવિવારે વર્લ્ડ કપ ફાઈનલનો મહામુકાબલો છે. આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે, ભારત વર્લ્ડકપ જીતે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ પહેલાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ માનતા રાખી છે. ભારતની જીત માટે રવિન્દ્ર જાડેજાના બહેને માનતા રાખી છે. નયનાબાએ જણાવ્યું કે, રવિન્દ્ર જાડેજા ગ્રાઉન્ડ પર બેટ ફેરવે તે જીતનું પ્રતિક છે. મેચના દિવસે ભાઈ માટે પ્રાર્થના કરીશ. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભાઈનું નામ લખાય તેવી મારી ઈચ્છા છે. અમદાવાદના મેદાનમાં ટિમ ઈન્ડિયાનો વિજય નિશ્ચિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઈ ઈતિહાસમાં નામ બનાવે - નયના બા 
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ ભાઈ તથા ટીમ ઈન્ડિયાની જીત માટે માનતા રાખી છે. આ વિશે નયનાબાએ કહ્યું કે, આ વખતે ટીમ ભારતનું ખૂબ જ સારું પરફોર્મન્સ રહ્યું છે. રવિન્દ્ર જાડેજા ગ્રાઉન્ડ પર બેટ ફેરવે છે તે વિજયનું પ્રતીક છે. હું ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા માટે જતી નથી. કેમ કે મારે ક્રિકેટ રમતા ભાઈ માટે માતાજીને પ્રાર્થના કરવી હોય છે. ભાઈ ગ્રાઉન્ડમાં સારૂં પરફોર્મન્સ આપે અને ઇતિહાસમાં વર્લ્ડ કપ જીતનારમાં તેનું પણ નામ લખાઈ તેવી મારી ઈચ્છા છે. 


અમરેલીમાં ખતરનાક અકસ્માત : ખાલી બસ અને મુસાફરો ભરેલી બસ એકબીજા સાથે અથડાઈ


સેમીફાઈનલ વખતે પણ માનતા રાખી હતી 
નયનાબાએ વધુમાં હ્યું કે, ટીમ ટીન્ડિયાના બેટ્સમેન અને બોલર તમામ પ્લેયરો પુરી મહેનત આપી રહ્યા છે. અમદાવાદ હોમ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે ત્યારે ટિમ ઇન્ડિયા નિશ્ચિત વિજય મેળવશે. તો સેમીફાઈનલ વખતે પણ નયનાબાએ ભાઈની જીત માટે માનતા રાખા હતી. 


તો બીજી તરફ, વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે અમદાવાદમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ભારતની જીત માટે મંદિરોમાં પૂજા શરૂ થઈ ગઈ છે. મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા કરાઈ રહી છે. બોડકદેવના પાર્થેશ્વર મહાદેવ મંદિરમાં વિરાટ કોહલી સદી ફટકારે તેવી પ્રાર્થના કરાઈ. તેમજ બુમરાહ શાનદાર પ્રદર્શન કરે તેવી પ્રાર્થના કરાઈ.


ગાંધીનગરમાં ફિલ્મ જોવા નીકળેલા પાંચ પિતરાઈ ભાઈઓને કાળ ભરખી ગયો


ICC વર્લ્ડ કપની ફાઈનલ 19મી નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટી મેચ રમાવા જઈ રહી છે. વર્લ્ડ કપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.


એરફોર્સ આકાશમાં કરતબ બતાવશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે 2 ટીમો નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સિવાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા આવી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને યાદગાર અને ખાસ બનાવવા માટે એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 


ઈન્ડિયન ટીમના યોર્કર કિંગ જસપ્રીત બુમરાહના પૂર્વ કોચે વર્લ્ડ કપ મેચ પહેલા શું કહ્યુ?