ગૌરવ પટેલ/અમદાવાદ :આજે ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્રનો છેલ્લો દિવસ હતો, જેમાં નાણાવટી પંચે સોંપેલો ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા તેમની કેબિનેટના નેતાઓને ક્લીનચીટ આપવામાં આવી છે. તો બીજી તરફ, ત્રણ અધિકારીઓ માટે આ રિપોર્ટ અત્યંત નેગેટિવ છે. નાણાવટી પંચના રિપોર્ટમાં ગોધરા રમખાણોના સમયમાં તેમની ભૂમિકા નેગેટિવ હોવાનું જણાવાયું છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું રિપોર્ટ કહે છે અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં પૂર્વઆઇપીએસ અધિકારી આરબી શ્રી કુમારની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નાર્થ ચિન્હ મૂકાયો છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ આર.બી શ્રીકુમારે શું કહ્યું તે જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google boy કરતા પણ તેજ દોડે છે ગુજરાતના આ ટાબરિયાનું દિમાગ 



ગોધરાકાંડ પરના નાણાવટી પંચના રિપોર્ટમાં શ્રીકુમારના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરાઈ છે. આર. બી શ્રીકુમારે ડાયરી મેન્ટેન કરી એ ડાયરીમાં કરવાની કોઈ જરૂરિયાત ન હોવાની પણ નાણાવટી તપાસ પંચમાં વાત કરાઈ છે. ત્યારે આ પૂર્વ આઈપીએસ અધિકારીએ ઝી 24 કલાક સાથેની વાચતીતમાં કહ્યું હતું કે, કયા મામલે મારી ભૂમિકા નકારાત્મક છે તે મારે જોવું પડે. મેં 9 એફિડેવિટ આપેલી છે. મને નાણાવટી કમિશને બે વાર ક્રોસ એક્ઝામિનેશન માટે બોલાવ્યા હતા. તે સમયે એવા કોઈ સવાલ પૂછ્યા નથી કે તમારા એવિડન્સ બરાબર નથી અને વધુ પુરાવા લાવો. હવે તેઓ કઈ રીતે અભિપ્રાય આપે છે તેની મને ખબર નથી. 


10 મુદ્દામાં જાણો નાણાવટી પંચે ગોધરાકાંડ રિપોર્ટમાં કોને ક્લીનચીટ આપી, અને કોની નકારાત્મક ભૂમિકા બતાવી


રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટ વિશે તેમણે કહ્યું કે, રાહુલ શર્મા મારા જેવા ઓગસ્ટ 2005માં ક્રોસ એક્ઝામિશનમાં ગયા હતા. તેમણે મુસ્લિમ મદરેસાને બચાવવાનું કામ કર્યું. ત્યારે ઉપરી અધિકારીઓએ તેઓને પૂછ્યું હતું કે, તમારા જિલ્લામાં કેમ વધુ હિન્દુ મરી ગયા. તે સમયે ગુજરાતના 90 ટકા જિલ્લામાં રમખાણો થયા હતા. જેમાં 6-7 જિલ્લામાં ભયંકર ઘટનાઓ બની. નરોડા પાટિયા કેસમાં કરફ્યૂ દરમિયાન લોકોને મારી નાંખ્યા, અને એક પણ વ્યક્તિને એરેસ્ટ કર્યા નથી, તે એ કેવો ન્યાય કહેવાય. 


ઉલ્લેખનીય છે કે, આર.બી શ્રીકુમાર બાદ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની વાતોનો પણ પંચ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટ સાચું બોલ્યા ન હોવાની વાતનો ઉલ્લેખ કરાયો. તો કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો પણ નિવેદન સાચું ન હોવાની વાતનો નાણાવટી તપાસ પંચમાં ઉલ્લેખ કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube