10 મુદ્દામાં જાણો નાણાવટી પંચે ગોધરાકાંડ રિપોર્ટમાં કોને ક્લીનચીટ આપી, અને કોની નકારાત્મક ભૂમિકા બતાવી

વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે. ત્યારે નાણાવટી પંચે રિપોર્ટમાં શું શું કહ્યું છે તે જાણીએ....

10 મુદ્દામાં જાણો નાણાવટી પંચે ગોધરાકાંડ રિપોર્ટમાં કોને ક્લીનચીટ આપી, અને કોની નકારાત્મક ભૂમિકા બતાવી

ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે. ત્યારે નાણાવટી પંચે રિપોર્ટમાં શું શું કહ્યું છે તે જાણીએ....

27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ માં આગ લગાડવાની ઘટનામાં 58 રામ સેવકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. નાણાંવટી કમિશન ભાગ-1 વર્ષ 2008માં ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભામાં રજૂ કર્યો હતો. વર્ષ ૨૦૦૮ના તત્કાલીન ગૃહમંત્રી અમિતશાહે રિપોર્ટનો પ્રથમ ભાગ મૂક્યો હતો. ભાગ-1માં ગોધરાકાંડ સુનિયોજીત કાવતરું હતું એ સ્પષ્ટ થયું હતું. કોમી તોફાનોના લાઈવ રિપોર્ટિંગ કરવા ઉપર નિયંત્રણ જરૂરી હોવાની પણ નાણાવટી તપાસ પંચે ભલામણ કરી હતી. રાજ્ય સરકારે પર અનેક આરોપ લાગ્યા હતા અને બદનામ કરવાના ષડ્યંત્ર રચાયા હતા. 

2.

તે સમયના તત્કાલીન મુમ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. પૂર્વ મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા તેઓને પણ ક્લીનચીટ અપાઈ છે. તાપસ પંચના તારણો, ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારઈઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. પાર્ટ-2 રિપોર્ટના આધારે લોકોમાં જે શંકુ-કુશંકા અને ગુજરાતની સરકારને બદનામ કરાવના કારનામા હતા, તે નાણાવટી પંચના રિપોર્ટ દ્વારા તેનો પર્દાફાશ થાય છે. 

3.

પૂર્વ મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ, સ્વ. અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા તેઓને પણ ક્લીનચીટ અપાઈ છે. તોફાનોમાં કોઈ રાજકીય નેતાઓ કે અધિકારીઓની સંડોવણી નથી. જન સંઘર્ષ મંચ અને તિસ્તા સેતલવાડના એનજીઓની ભૂમિકા શંકસ્પદ છે. અધિકારીઓની બદલી નિયમાનુસાર કરાઈ હતી, તેમનો તોફાનોમાં કોઈ રોલ નથી.

4.

નાણાવટી પંચનો પાર્ટ-2 આજે વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટના 9 વોલ્યુમ છે. તેમાં 2500થી વધુ પાના છે. 44445 જેટલી એફિડેવિટનો સાર છે. 18 હજાર જેટલી એફિડેવિટ જુદી રાહત અન્ય વસ્તુઓની છે. 488 સરકારી અધિકારીઓના સોગંધનામા બાદ જે રિપોર્ટ આપ્યો. 

5.

તે સમયના ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. પૂર્વઆઇપીએસ અધિકારી આરબી શ્રી કુમારની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નાર્થ ચિન્હ મૂકાયો છે. શ્રીકુમારના ઈરાદાઓ પર શંકા કમિશન દ્વારા વ્યક્ત કરાઈ છે.

6.

આર. બી શ્રીકુમારે ડાયરી મેન્ટેન કરી એ ડાયરીમાં કરવાની કોઈ જરૂરિયાત ન હોવાની પણ નાણાવટી તપાસપંચમાં વાત કરી. આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની વાતનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટ સાચું બોલ્યા ન હોવાની વાતનો ઉલ્લેખ કરાયો. તો કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો પણ નિવેદન સાચું ન હોવાની વાતનો નાણાવટી તપાસ પંચમાં ઉલ્લેખ કરાયો છે. 

7.

બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો ક્યાંક કોમી તોફાનોમાં સામેલ હોવાનો પણ ઉલ્લેખ નાણાવટી તપાસ પંચ કરાયો છે. ભાજપના કાર્યકરો પણ સામેલ હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. જોકે ભાજપના કાર્યકરો પોલીસને મદદરૂપ થતા હોવાની વાત પણ કરવામાં આવી છે. 

8.

58 વ્યક્તિઓના પીએમ અંગે અશોક ભટ્ટે પર આક્ષેપ હતો. જોકે સ્થાનિક અધિકારીની સૂચનાથી રેલવે યાર્ડ ખાતે પીએમ થયું હતું. મુખયમંત્રીનો હેતુ પુરાવા નાશ કરવાનો ન હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એસ-6 કોચનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સામે પુરાવા નાશ કરવાનો આરોપ હતો જે ખોટો સાબિત થયો.

9.

મુખ્યમંત્રી નિવાસસ્થાને થયેલી બેઠકમાં લોકોનો ગુસ્સો ઠાલવવા દેવાનો આરોપ લગાવ્યો હતો, જે ખોટા સાબિત થયા છે. સરકાર દ્વારા બંધનું કોઇ એલાન આપવામાં આવ્યું ન હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને છબીને નુકસાન કરવાના પ્રયાસોની હકીકત કમિશનમાં બહાર આવી.

10.

સમાજની નબળાઈ દૂર કરવા માટે સરકારે પગલાં ઉઠાવવો જોઇએ તેવી ભલામણ રિપોર્ટમાં કરાઈ. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ પોલીસ પણ પોલીસનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહી. આ માટે પોલીસની સંખ્યા પણ વધારવું જોઈએ. રાજ્ય સરકાર પોલીસની સંખ્યાબળ જાળવવામાં સફળ રહી નથી એવો પણ ઉલ્લેખ નાણાવટી તપાસ પંચમાં કરાયો છે. રિપોર્ટમાં કહેવાયું કે, પોલીસના સંખ્યા બાળક સ્વયં સમીક્ષા થવી જોઈએ અને જરૂરી સંખ્યાબળ વધારવું જોઈએ. પોલીસનો પોલીસને કોમી રમખાણો અને હેન્ડલ કરવા માટે તાલીમ આપવી જોઇએ. કેટલી જગ્યાએ રમખાણો દરમિયાન પોલીસ પાસે સાધનો ઓછા હોવાનો પણ ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. રાજ્ય સરકારના દરેક પોલીસ સ્ટેશનોમાં પૂરતું સંખ્યાબળ અને જરૂરી તમામ સાધનો હોવા જોઈએ. તે ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનો નિરીક્ષણમાં અહેવાલમાં સામે આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news