2000ની નોટ બદલવા RBI પર લાંબી કતારો, રાજ્યભરમાંથી નોટો લઈને અમદાવાદ આવ્યા લોકો
2000 Note: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ 2000ની નોટો બેંકે પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. જેથી લોકો આરબીઆઈમાં જમા કરાવી રહ્યાં છે નોટો.
2000 Note/અમદાવાદઃ શું તમારી પાસે હજુ પણ 2000ની નોટો પડી રહી છે? ક્યાંય પાકીટમાં, કબાટમાં કે પોટલીમાં નોટો છુપાવીને રાખી હોય તો કાઢી નાંખજો. આરબીઆઈએ નોટો જમા કરાવવા માટે આપ્યો છે વિકલ્પ. અગાઉ 7 ઓક્ટબરે બે હજારની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ અપાઈ હતી. જોકે, આરબીઆઈએ હજુ પણ નોટો જમા કરાવવા વિકલ્પ આપ્યો છે. આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાંથી લોકો નોટો બદલવા માટે ઉમટી પડ્યાં હતાં.
બેંકની બ્રાન્ચમાં નોટ બદલવાની તારીખ 7 ઓક્ટોબર આપવામાં આવી હતી. લોકો સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર 2000ની નોટ બદલાવવા પહોંચ્યા હતા. રાજ્યની આરબીઆઈની 19 શાખાઓમાં જઈને લોકો આ નોટ બદલાવી શકશે.
લોકો દૂર દૂરથી અહીં નોટો બદલાવવા માટે અહીં આવી રહ્યાં છે. તેથી નોટો બદલવા માટે દૂર દૂરથી લોકો નોટોની થેલીઓ ભરી ભરીને અમદાવાદની આરબીઆઈમાં દોડી આવ્યાં હતાં. ભારે તડકાની વચ્ચે પણ લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતાં.