પોરબંદરઃ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 9268 કેસ નોંધાયા છે. ગુજરાતનો એકપણ જિલ્લો કોરોનાથી મુક્ત રહ્યો નથી. પરંતુ ગ્રીનઝોનમાં રહેલા પોરબંદર જિલ્લામાં ફરી કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈ જતાં પોરબંદર જિલ્લો કોરોના મુક્ય બન્યો હતો. હવે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરમાં કોરોનાની રી-એન્ટ્રી
પોરબંદરમાંથી 12 સેમ્પલ ટેસ્ટ માટે જામનગરની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 11 નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોરબંદરના રાજીવનગરમાં રહેતા એક 50 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ફરી જિલ્લામાં કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં ત્રણ કેસ નોંધાયા બાદ તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ જતાં પોરબંદર જિલ્લો કોરોના મુક્ત થયો અને તે ગ્રીન ઝોનમાં હતો. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 29 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 566 પર પહોંચી ગયો છે. તો નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 9268 કેસ નોંધાયા છે. 29 મૃત્યુમાંથી 25 મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. તો પાટણમાં એક અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા છે. 


કેન્દ્ર સરકારનું આર્થિક પેકેજ MSME સેક્ટરને મજબૂત બનાવશેઃ જીતુ વાઘાણી


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 9268 કેસ નોંધાયા છે, જેમાંથી 3562 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 566 લોકોના મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં કુલ 5140 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર