ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે મધ્યપ્રદેશના બાબા બાગેશ્વરધામના મહંત અને સનાતન ધર્મના પ્રચારક પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિયાધામમાં મા ઉમિયાને શીશ ઝુકાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર


સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બાબા બાગેશ્વરના વિશ્વઉમિયાધામની મુલાકાત અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન ગોલ અને દિપકભાઈ પટેલ જણાવે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન પણ કર્યું હતું. મા અંબાના દર્શન કર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીજી જગત જનની મા ઉમિયાની પુજા અને આરતી કરી હતી. વિશ્વઉમિયાધામના મા ઉમિયાની પુજા-અર્ચના કરી પધારેલા ભક્તોને બાબા બાગેશ્વરે આશીર્વચન આપ્યા હતા. 


IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, આગામી 3 કલાક ભારે


ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશ્વઉમિયાધામમાં સંબોધન કરતા કહ્યું કે, મા ઉમિયા પાટીદાર સમાજના કુળદેવી માતાજી છે. તમારા પર માતાજીની કૃપા વરસે તેવી મંગલ કામના છે. જગત જનની ભગવતી મા ઉમિયાના ધામમાં આવીને ઘણી દિવ્યતાની અનુભૂતિ થઈ. આખા ગુજરાતનો પટેલ સમાજ સનાતન સંસ્કૃતિનો આવો જ પ્રચાર કરે એવી મંગલકામના છે. 


કુમાર કાનાણી ફરી લડી લેવાના મૂડમાં! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર


અમદાવાદના પૂરા સમાજ પર બાગેશ્વર બાલાજી મહારાજની કૃપા રહે તેવી પ્રાર્થના છે. વધુમાં બાબા બાગેશ્વરે વિઝિટર બુકમાં લખ્યું કે અહીં આવીને ખુબ જ પ્રસન્નતા થઈ છે. દિવ્ય પટેલ સમાજને જગત જનની મા ઉમિયા માતાજીનો દરબાર આખા દેશને ઉન્નતિ આપે. હું ફરી એકવખત વિશ્વઉમિયાધામ પધારી કથા કરીશ.