IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, આગામી 3 કલાક ભારે!

હવામાન વિભાગે 28 અને 29 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે અને કોઈક અલગ જ પ્લાન હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં સાંજના વાવાઝોડાની થોડી શક્યતા છે અને રાત્રિનું તાપમાન 28 °C આસપાસ રહેવાની ધારણા છે.

IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, આગામી 3 કલાક ભારે!

CSK VS GT: અમદાવાદ ખાતે આજે (રવિવાર) ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની IPL FINAL પર ક્રિકેટ જગતની નજર છે, પરંતુ આઈપીએલ પર મેઘાનું સંક્ટ મંડરાયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના બોપલ, ઘુમા, પ્રહ્લાદ નગર, શ્યામલ, વેજલપુર વગેરે વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે.

હવામાન વિભાગે 28 અને 29 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે અને કોઈક અલગ જ પ્લાન હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં સાંજના વાવાઝોડાની થોડી શક્યતા છે અને રાત્રિનું તાપમાન 28 °C આસપાસ રહેવાની ધારણા છે. આગામી 3 કલાક વરસાદની આગાહી સાથે 56% વાદળો છવાયેલ રહેવાની શક્યતા છે. આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે. વાવાઝોડાની પણ 59% શક્યતા છે. જો વરસાદ પડે તો, રમત ટૂંકી થઈ શકે છે અને જો તે રવિવારે ન પૂરી થાય તો પણ હાથમાં અનામત દિવસ પણ છે જ્યારે અધૂરી મેચ રમાઈ શકે છે.

દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ મહેસાણા અને પાટણ જિલ્લાના હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.  

ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. અગમચેતીના ભાગરુપે 700 જેટલી બોટ સાથે માછીમારો જાફરાબાદ પરત પહોચ્યા હતા. આગાહીને પગલે આ વર્ષે માછીમારીની સિઝન પહેલા જ માછીમારો પોતાના વતન પરત ફર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news