હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે ૧૧ ટકા આલ્કોહોલ વેચાણ થતા ઝી 24 કલાકના ઓપરેશનનો પડઘો પડ્યો છે. હર્બીના નામે પાનના ગલ્લે આલ્કોહોલ વેચવાનું કંપનીને ભારે પડશે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કંપનીને નોટિસ આપી લાયસન્સ રદ કરવા સુધીના પગલા ભરાશે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એસજી કોશિયાએ કંપનીનો પરવાનો રદ કરવા સુધીના પગલાં ભરવાની કરી ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.


ગુજરાતમાં દારૂબંધી છે, તેથી દારૂ સરળતાથી નથી મળતુ. પણ તેના બદલામાં એક ચીજ એવી છે, જે સસ્તુ પણ પડે છે અને માંગો ત્યારે મળી જાય છે. હા, અમે વાત કરી રહ્યા છે હર્બી નામના આલ્કોહોલિક પીણાંની. બિયર બોટલ વેચવી ગુનો છે, પણ આ પીણાને પીવામાં કોઈ જ રોકટોક નથી, તેના વેચાણ પર કોઈ અંકુશ નથી. જેથી તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, અને સરવાળે રાજ્યનું યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું છે. ZEE 24 કલાક દ્વારા પાટનગરમાં ગાંધીનગરમાં તેની રિયાલિટી ચેક કરવામાં આવી તો ગાંધીનગરમાં જ 3થી 4 દુકાનોમાં નશાનો કારોબાર થઈ રહ્યો છે. અહીં જેટલી જોઈએ એટલી બોટલ સરળતાથી મળી જાય છે. દારૂ ન મળે તો નશાખોરો આ પીણાનું સેવન કરે છે.


રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે કોંગ્રેસને N=[T/(S+1)]+1 ફોર્મ્યુલામાં ફસાવી દીધી


જુઓ LIVE TV



શું આ દવા દારૂનો ઓપ્શન બની શકે છે
હા, આ સવાલનો જવાબ ખુદ બોટલ પર આપેલા પિસ્ક્રીપ્ન પર મળી જાય છે. હર્બીની બોટલમાં ભરેલો છે 11 ટકા દારૂ. જે દારૂનો નાનો પેગ જ કહી શકાય. માત્ર હર્બી ફ્લો જ નહિ, રાજ્યમાં રિશી ગ્રીન અને સ્ટોનરિસ્ટ નામની બોટલો પણ વેચાય છે. આ તમામ પ્રોડક્ટમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું વેચાઈ રહ્યું છે અને નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.