મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસને પગલે યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર દ્વારા ભલે વ્યાજખોરોને ડામવા માટે કડક કાયદો  બનાવવામાં આવ્યો હોય. પરંતુ સરકારનો આ કાયદો માત્ર કાગળ પર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલ અનેક લોકોને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહી દેખાતા અંતે જીવન ટૂંકાવવાનો માર્ગ દેખાય છે. નિકોલમાં પણ આવી જ એક ઘટના સામે આવતા પરિવારજનો એ ફરિયાદ નોધાવવા મૃતદેહ પોલીસ સ્ટેશન લઇ જવો પડ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દુષ્કાળ નહી પડે: મુરઝાઇ રહેલા ગુજરાત માટે સારા સમાચાર, ધોધમાર વરસાદ થશે


નિકોલ પોલીસ સ્ટેશન અને તેની બહાર પાડેલો મૃતદેહ એક વાત તરફ ઈશારો કરે છે કે કઈક અજુગતું બન્યું છે. અને પરિવાર ન્યાયની માંગ સાથે મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યો છે.બનાવ ની વાત કરીએ તો શહેરનાં નિકોલ વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર કામળિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. જોકે મૃતકના પરિજનો આક્ષેપ કરી રહ્યા છે કે પાંચ વ્યાજ ખોરો કાળું રબારી, વિક્રમ શાહ, ભગાભાઈ રબારી , નીતિન દરબાર અને રાજુ રબારી પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની રકમ ચૂકવી દેવા છ્તા વ્યાજ પેટે અમુક રકમ ચૂકવી દેવા ત્રાસ આપતા જેને પગલે યુવકે અંતે મોત વ્હાલું કર્યું.


ભાજપની પ્રથમ પેપરલેસ કારોબારી કેવડિયામાં યોજાશે, SOU ના સાનિધ્યમાં ભાજપનું મિશન 2022 માટે મંથન


મૃતક ભૂપેન્દ્ર ભાઈ એ સવારે આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારને વ્યાજખોરોના ત્રાસ વિશે જાણ કરી હતી. જેમાંથી એક આરોપીએ મકાનના દસ્તાવેજ ની ઝેરોક્ષ પણ પડાવી લીધી હતી.ઉપરાંત અન્ય આરોપીઓએ આપેલી મૂળી કરતા વધુ વ્યાજ પડવ્યું હોવા છતાં વધુ રૂપિયા મેળવવા ની લાલચે મૃતક યુવકને અવારનવાર ધમકી આપતા હતા.


GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 14 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત


હાલતો આરોપીનીં ધરપકડ બાદ મૃતદેહ સ્વીકારવાની માંગ સાથે બેઠેલા પરિવારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની કલમો હેઠળ ગુનો નોંધાતા મૃતદેહનો સ્વીકાર કર્યો છે.  તો બીજી તરફ પોલીસે આ ગુનાના ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વ્યાજના વિષચક્રથી બચાવવા અને પરિવારનો મોભી ગુમાવ્યા પછી પોલીસ ન્યાય કેવી રીતે અપાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube